PM Modi ની આ યોજના હેઠળ બેંક ખાતામાં જમા થશે પૈસા, જાણો કોને મળશે આ લાભ
PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત રજિસ્ટર્ડ ખેડૂતોને આઠમો હપ્તો 1 એપ્રિલ 2021 મળવાનો શરૂ થઈ જશે. જેમાં ખેડૂતોને 2000 રૂપિયા તેમના ખાતામાં આપવામાં આવશે
નવી દિલ્હી: PM Kisan Samman Nidhi Yojana અંતર્ગત રજિસ્ટર્ડ ખેડૂતોને આઠમો હપ્તો 1 એપ્રિલ 2021 મળવાનો શરૂ થઈ જશે. જેમાં ખેડૂતોને 2000 રૂપિયા તેમના ખાતામાં આપવામાં આવશે. જો તમે પણ એક ખેડૂત છો અને તમે આ યોજના હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો 31 માર્ચ પહેલા રજિસ્ટ્રેશન કરાવી દો. જો તમે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો ફરી એકવાર તમારું નામ લિસ્ટમાં ચેક કરી લો, ક્યાંક એવું ન થયા કે તમારું નામ લિસ્ટમાં ના હોય.
શું PM Kisan લિસ્ટમાં તમારું નામ છે?
તમને જણાવી દઇએ કે, PM Kisan Samman Nidhi Yojana નો સાતમો હપ્તો 25 ડિસેમ્બર 2020 ના જમા કરવામાં આવ્યો હતો, જેમાં સરકારે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ જમા કરાવ્યા હતા. હાલના સમયમાં 11.66 કરોડ ખેડૂતો આ યોજના અંતર્ગત રજિસ્ટર્ડ છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા વર્ષના ત્રણ હપ્તામાં આપે છે. જો તમારે તમારું નામ લિસ્ટમાં ચેક કરવું છે તો આ છે ખુબજ સરળ રીત.
આ પણ વાંચો:- 819 રૂપિયાવાળો LPG સિલેંડર મળશે ફક્ત 119 રૂપિયામાં , જલદી ઉઠાવો ફાયદો, આ રહી રીત
આ છે લિસ્ટમાં નામ ચેક કરવાની રીત
મોબાઈલ અથવા કોમ્પ્યુટર પર ઓફિશિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/ ને ઓપન કરો.
જમણી તરફ તમને 'Farmers Corner' નું ઓપ્શન મળશે.
'Farmers Corner' માં 'Beneficiary List' પર ક્લિક કરો. એક નવું પેજ ખુલશે.
આ પેજ પર રાજ્ય, જિલ્લો, ઉપ જિલ્લો, બ્લોક અને ગામને ડ્રોપ ડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરો.
તમામ વિકલ્પોને પસંદ કર્યા બાદ 'Get Report' પર ક્લિક કરો.
આ લિસ્ટમાં તમારે તમારું નામ જોવાનું રહેશે.
જો તમે થોડા દિવસ પહેલા જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, તો તમારું સ્ટેટસ પણ તમને આ લિંક પર મળી જશે.
આ પણ વાંચો:- TRAI એ જાહેર કરી 40 ડિફોલ્ટર કંપનીઓની યાદી, SBI, HDFC Bank, ICICI Bank નો સમાવેશ
PM Kisan નો ફાયદો આ ખેડૂતોને મળે છે
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ફાયદો મેળવવા માટે ખેડૂતોના નામ પર ખેતર અથવા એગ્રિકલ્ચર લેન્ડ હોવું જરૂરી છે. જો કે, એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે, જેમાં એવા ખેડૂતો પણ આ યોજના સાથે જોડાયા હતા જેઓ આ શરતને પૂરી કરતા નથી. તેમને આ યોજનાથી બહાર કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સંયુક્ત પરિવારના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો હતો પરંતુ કેન્દ્ર સરકારે આ ખેડૂતોને લાભ આપવાની શરતોમાં થોડા ફેરફાર કર્યા છે.
આ પણ વાંચો:- 1 એપ્રિલથી પડશે મોંઘવારીની જોરદાર માર, Car, Bike, TV, AC બધુ જ થઇ જશે મોંઘુ
હવે આ યોજનાનો ફાયદો લેવા માટે સંયુક્ત પરિવારના ખેડૂતોના નામ પર રજિસ્ટર્ડ જમીનની વિગતો આપવાની રહેશે. જો કોઇ સંયુક્ત પરિવારનો સભ્ય પોતાના પારિવારિક ખેતરમાં કામ કરે છે તો પરિવારના તે ખેડૂતને આ યોજનાનો લાભ મળશે, જેના નામ પર ખેતીની જમીન રજિસ્ટર્ડ છે. સંયુક્ત પરિવારના ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે પોતાના ભાગની જમીન પોતાના નામે રજિસ્ટર્ડ કરાવવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube