નવી દિલ્હીઃ 23 જુલાઈએ સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. બજેટ પહેલા વિવિધ વર્ગ દ્વારા જુદી-જુદી માંગ કરવામાં આવી રહી છે. બજેટ પહેલા કેન્દ્ર સરકારના કર્મચારી સંઘે કેબિનેટ સચિવને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં ઘણી માંગો સામેલ છે. કર્મચારીઓની દરેક માંગોમાંથી આઠમાં પગાર પંચની રચના કરવાની માંગ પણ સામેલ છે. 6 જુલાઈએ કેબિનેટ સચિવને લખેલા એક પત્રમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને શ્રમિકોના કન્ફેડરેશને બજેટ 2024 પહેલા ઘણી માંગ કરી છે. આ સિવાય આઠમાં પગાર પંચની રચના માટે પ્રપોઝલ પણ સરકારને આપ્યું છે. ત્રીજીવાર સત્તામાં આવેલી મોદી સરકાર બજેટમાં આઠમાં પગાર પંચની રચના કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટમાં થઈ શકે છે આઠમાં પગાર પંચની જાહેરાત
સરકારી કર્મચારીઓ માટે બજેટ ખુશખબર લાવી શકે છે. કેન્દ્ર સરકારને 2024ના પૂર્ણ બજેટ પહેલા આઠમું પગાર પંચ બનાવવાનો પ્રસ્તાવ મળ્યો છે. આઠમાં પગાર પંચનું પ્રપોઝલ મોદી સરકારને મોકલવામાં આવ્યું છે. જેથી પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે બેસિક વેતન, ભથ્થા, પેન્શન અને અન્ય ફાયદાની કમીક્ષા કરી શકે.


આ પણ વાંચોઃ ગજબ થઈ ગયો! સોનું પાછું ઊંધા માથે પછડાયું, ભારે ઉથલપાથલ વચ્ચે ફટાફટ ચેક કરો રેટ


સરકારને મળ્યું પ્રપોઝલ
રાષ્ટ્રીય પરિષદ કર્મચારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સંયુક્ત સલાહકાર મશીનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ કેબિનેટ સચિવને એક પત્ર લખ્યો છે, જેમાં સરકારને આઠમાં પગાર પંચની રચનાને લઈને આગ્રહ કરવામાં આવ્યો છે. દર 10 વર્ષમાં એક પગાર પંચની રચના કરવામાં આવે છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના વર્તમાન સેલેરી સ્ટ્રક્ચર, ભથ્થા અને લાભોને ચેક કરે છે, મોંઘવારી જેવા પોઈન્ટ્સના આધાર પર જરૂરી ફેરફારોના સૂચનો આપે છે. 


2014માં આવ્યું હતું આઠમું પગાર પંચ
સાતમું પગાર પંચ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ 28 ફેબ્રુઆરી 2014ના લઈને આવ્યા હતા. તેની ભલામણ 1 જાન્યુઆરી 2016થી લાગૂ થઈ હતી. મોદી સરકારના કાર્યકાળમાં આ પ્રથમવાર હશે જ્યારે નવા પગાર પંચની રચના થશે. સામાન્ય રીતે  દસ વર્ષના ગાળા અનુસાર આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાનો પ્રસ્તાવ છે. પરંતુ સરકારે હજુ સુધી તેની રચનાની ઔપચારિક જાહેરાત કરી નથી.