8th Pay Commission આવવાથી કેટલો વધશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર! આ હશે નવું સેલેરી સ્ટ્રક્ચર
8th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમું પગાર પંચ જાન્યુઆરી 2026માં આવવાની સંભાવના છે. વર્ષની શરૂઆતમાં 7 માર્ચે કેન્દ્રીય કેબિનેટે મોંઘવારી ભથ્થું 4 ટકા વધારી બેસિક સેલેરીના 50 ટકા કરવાની મંજૂરી આપી હતી.
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ આઠમાં પગાર પંચની રાહ જોઈ રહ્યાં છે. નવું પગાર પંચ જાન્યુઆરી 2026માં આવવાની આશા છે. લોકસભા ચૂંટણી પહેલા માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. વર્તમાનમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જે 1 જાન્યુઆરી 2024થી લાગૂ છે. મોંઘવારી ભથ્થા સિવાય કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં વધારો થયો હતો.
કેન્દ્રીય કર્મચારીઓ કરી રહ્યાં છે આઠમાં પગાર પંચની માંગ
DA બેસિક સેલેરીના 50 ટકા પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના ઘણા યુનિયને ડીએ 50 ટકા પહોંચવા પર આઠમાં પગાર પંચની માંગ શરૂ કરી દીધી છે. રેલવે યુનિયનો સહિત ઘણા કેન્દ્ર સરકારના નિગમોએ આઠમાં પગાર પંચની રચના કરવાની માંગ ઉઠાવવાની શરૂ કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે આઠમું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગૂ થવાની સંભાવના છે.
કેન્દ્રીય યુનિયનોએ સરકારને લખ્યો પત્ર
કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલયને લખેલા એક લેટરમાં ભારતીય રેલવે તકનીકી પર્યવેક્ષક સંઘે સરકારને આઠમાં પગાર પંચની રચના કરવા અને ભવિષ્યની વિસંગતતાઓને ઘટાડવા માટે તમામ વર્તમાન ગૂંચવણો દૂર કરવાનો આગ્રહ કર્યો હતો. Do&PT આ લેટર પર આગળની કાર્યવાહી માટે નાણા મંત્રાલયના એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટને મોકલી આપ્યો છે. ખર્ચ મંત્રાલય પગાર પંચની ભલામણો લાગૂ કરવા માટે જવાબદાર છે.
આ પણ વાંચોઃ 1 રૂપિયાવાળો અંબાણી શેર 28 રૂપિયે પહોંચ્યો, 1 લાખ રોક્યા હોત તો થઇ જાત 24 લાખ
વર્ષ 2014માં આવ્યું હતું સાતમું પગાર પંચ
વર્તમાન 7માં પગાર પંચની રચના 2014માં થઈ હતી અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી કેન્દ્ર સરકાર કર્મચારીઓના પગારમાં લગભગ 23 ટકાનો વધારો કરી ચૂકી છે. સામાન્ય રીતે દર 10 વર્ષમાં એક કેન્દ્રીય પગાર પંચની રચના કરવામાં આવે છે. પરંતુ આ કાયદાકીય રીતે ફરજીયાત નથી. પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના વેતન, ભથ્થા અને અન્ય સુવિધાઓ તથા ફાયદાની તપાસ કરવા, સમીક્ષા, ડેવલોપમેન્ટ અને ફેરફારની ભલામણ કરે છે. પ્રથમ પગાર પંચ 1946માં લાગૂ થયું હતું.
ડીએ કેલકુલેટ કરવાની રીત
ડીએ સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે, જ્યારે ડીઆર પેન્શનર્સને આપવામાં આવે છે. ડીએ અને ડીઆરમાં વર્ષમાં બે વખત વધારો થાય છે. ડીએ અને ડીઆર વધારો ભારતીય સીપીઆઈૃઆઈડબ્લ્યૂના 12 મહિનાના એવરેજમાં ટકાના આધાર પર નક્કી કરવામાં આવે છે. પરંતુ કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ ભથ્થામાં સંશોધન કરે છે, પરંતુ તેની જાહેરાત માર્ચ અને સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં કરવામાં આવે છે. 2006માં કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ડીએ અને ડીઆરની ગણતરીની ફોર્મ્યુલાને રિવાઇઝ કરી હતી.