8th Pay Commission: ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
8th Pay Commission: 1 કરોડથી વધુ કેન્દ્રીય સરકારી કર્મચારી અને પેન્શન ધારકો 8મું પગાર પંચ લાગવાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. સરકારની જાહેરાત બાદ કર્મચારીઓની સેલેરીમાં કેટલો વધારો થઈ શકે છે, અહીં સમજીએ?
8th Pay Commission: નવા વર્ષ પર કેન્દ્રીય કર્મચારીઓને એક મોટી ખુશખબર મળી શકે છે. આ ખુશખબર 8મું પગાર પંચને લઈને હશે. જેણે લઈને ટૂંક સમયમાં જાહેરાતની ચર્ચાઓ થવા લાગી છે. કહેવામાં આવી રહ્યું છે કે જાહેરાત બાદ કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ સેલેરીમાં 186 ટકાનો વધારો થવાની સંભાવના છે. જોકે, અત્યાર સુધી તેને લઈને ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર આગામી કેન્દ્રીય બજેટમાં તેની જાહેરાત કરી શકે છે.
ખુશખબર! ધંધો શરૂ કરવા રૂપિયા નથી? ચિંતા ના કરો, સરકાર આપશે 20 લાખ, આ રીતે કરો અરજી
કેટલી વધી શકે છે સેલેરી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકારને નવા પગારપંચ હેઠળ પગારમાં 2.86 ગણો વધારો કરવાની ભલામણ કરવામાં આવશે. આ વધારો 2.86 ના ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) દ્વારા પ્રસ્તાવિત છે. ફિટમેન્ટ ફેક્ટર દ્વારા જ સરકારી કર્મચારીઓનો પગાર અને નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન નક્કી કરવામાં આવે છે.
જો તમે ખાવાના શોખીન છો તો આ જગ્યાનું સ્ટ્રીટ ફૂડ મિસ ના કરતા! આંગળીઓ ચાટતા રહી જશો
સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે 2.57નો ફિટમેન્ટ ફેક્ટરનો ઉપયોગ કર્યો. જેમાં ન્યૂનતમ વેતન 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા થઈ ગયું હતું. એવી જ રીતે દરેક નવા પગાર પંચ લાગૂ થયા બાદ સેલેરી અને પેન્શનમાં અમુક ફેરફાર થાય છે. જોકે, કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ફિટમેન્ટ ફેક્ટરના આધારે સેલેરી આપવામાં આવે છે. જો તેણે વધારીને 2.86 કરી નાંખવામાં આવે તો કર્મચારીઓના બેસિક સેલેરીમાં મોટો વધારો થઈ શકે છે. માની લો કે હાલ તમારું ન્યૂનતમ મૂળ વેતન 18000 રૂપિયા છે, તો ફિટમેન્ટ ફેક્ટર 2.86 બાદ એ વધીને 51,480 રૂપિયા સુધી પહોંચી જશે.
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
તેના સિવાય ફિટમેન્ટ ફેક્ટર વધવાથી પેન્શનમાં પણ વધારો થશે. તમને જણાવી દઈએ કે આ દિવાળી કેન્દ્રીય સરકારે કરોડો કર્મચારીઓને મોટી ગીફ્ટ આપી. સરકારે DA માં 3 ટકા સુધીનો વધારો કર્યો. ત્યારબાદ મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધારીને 53 ટકા થઈ ગયું. DAમાં વધારા સિવાય જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાનું એરિયર્સ પણ આપવાની જાહેરાત કરવામાં આવી.