8th Pay Commission latest news: કેન્દ્ર સરકારના કર્મચારીઓ પર મોદી સરકાર મહેરબાન થવા જઈ રહી છે. સરકાર તેમને મોટી ખુશખબરી આપવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સાતમા પગાર પંચ (7th pay commission) બાદ હવે 8માં પગાર પંચ (8th pay commission) ની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સારા સમાચાર એ છે કે ફાઈલ તૈયાર થઈ રહી છે. એવી આશા છે કે આગામી વર્ષે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી જાહેરાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8th Pay Commission ની ચાલી રહી છે તૈયારીઓ
અમારી સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસના અહેવાલ મુજબ કેન્દ્રીય કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં મોટો વધારો થઈ શકે છે. આગામી વર્ષે આ ભેટ કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને આપી શકે છે. અત્યાર સુધી ચર્ચા એ હતી કે 8મું પગાર પંચ આવશે નહીં. પરંતુ હવે એવી આશા છે કે સાતમા પગાર પંચ બાદ હવે આગામી વેતન પંચની તૈયારી થઈ રહી છે. જો કે સરકાર તરફથી હજુ સુધી તેની કોઈ પુષ્ટિ કરાઈ નથી. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ સરકાર પોતાનો ઈરાદો બનાવી રહી છે. કર્મચારીઓની સતત માંગણી બાદ આગામી વેતન પંચની ભેટ આપવામાં આવી શકે છે. 


પગારમાં આવશે ઉછાળો
સૂત્રોનું માનીએ તો વર્ષ 2024માં લોકસભા ચૂંટણી થવા જઈ રહી છે. આથી કર્મચારીઓ માટે નવા પગાર પંચની રચના થઈ શકે છે. 8માં પગાર પંચના સમયે જ કર્મચારીઓના પગારમાં સૌથી મોટો વધારો થશે. એટલું જરૂર કહી શકાય કે વાત આગળ વધી રહી છે. સૂત્રના હવાલે અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે હાલ નવા વેતન પંચમાં શું આવશે અને શું નહીં તે કહેવું ઉતાવળભર્યું છે. કારણ કે તેની પૂરી જવાબદારી પે કમિશનના અધ્યક્ષની હશે. વર્ષ 2024માં લોકસભા ચૂંટણી પહેલા નવા  પે કમિશનનું પણ જાહેરાત થઈ શકે છે. તેની દેખરેખમાં જ કમિટીની રચના થશે અને ત્યારબાદ કોઈ ફોર્મ્યૂલાથી પગારમાં વધારા કરવા અંગે નિર્ણય થશે. 


બાપરે! સોનાના ભાવમાં મસમોટો કડાકો, લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ


બે હજારની નોટનો લોકો ક્યાં કરી રહ્યાં છે ઉપયોગ, સામે આવી ચોંકાવનારી માહિતી


આ શેરે રચ્યો ઈતિહાસ, પહેલીવાર એક લાખનું સ્તર પાર, રોકાણકારો થયા માલામાલ


ક્યાં સુધીમાં આવી શકે છે આઠમું પગાર પંચ?
સૂત્રોનું માનીએ તો આઠમું પગાર પંચ વર્ષ 2024માં બની જવું જોઈએ. તેને દોઢ વર્ષની અંદર લાગૂ કરવામાં આવી શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આવું થાય તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત ઉછાળો આવવાની શક્યતા છે. સાતમા પગાર પંચની સરખામણીએ  8મા પગાર પંચમાં અનેક ફેરફારો થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટર અંગે પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. અત્રે જણાવવાનું કે અત્યાર સુધી સરકાર 10 વર્ષે એકવાર વેતન પંચની રચના કરે છે. 


8th Pay Commission માં કેટલો વધશે પગાર?
સાતમા પગાર પંચની સરખામણીએ 8માં પગાર પંચમાં કર્મચારીઓને લોટરી લાગવાની છે. જો બધુ ઠીક રહે તો કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવવાની આશા છે. કર્માચારીઓનું ફિટમેન્ટ ફેક્ટર વધીને 3.68 ગણું થઈ શકે છે. આ સાથે જ ફોર્મ્યૂલા જે પણ હોય કર્મચારીઓની બેસિક સેલરીમાં 44.44% નો વધારો થઈ શકે છે. માટે આ સમાચાર કર્મચારીઓને ખુશ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube