8th Pay Commission: 23 જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-2025ના કેન્દ્રીય બજેટમાં આઠમાં પગાર પંચની કોઈ જાહેરાત કરી નથી. કરોડો સરકારી કર્મચારી અને પેન્શનર્સ પગાર પંચની રચનાની જાહેરાતની રાહ જોઈ રહ્યાં હતા, જે તેની બેસિક સેલેરી અને ભથ્થાના રિવીઝન માટે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય દિશાનિર્દેશોની ભલામણ કરત.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠમું પગાર પંચ
સામાન્ય રીતે કર્મચારીઓના પગારને લઈને પગાર પંચની રચના 10 વર્ષમાં કરવામાં આવે છે. છેલ્લે સાતમાં પગાર પંચની રચના 1 જાન્યુઆરી 2014માં થઈ હતી અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગૂ કરવામાં આવી હતી. તેને જોતા કર્મચારીઓ અને પેન્શનરોને આશા હતી કે સરકાર નાણાકીય વર્ષ 2024-2025ના બજેટમાં આઠમાં પગાર પંચની જાહેરાત કરશે, જેનાથી 1 જાન્યુઆરી 2026 સુધી તેના પગારમાં રિવીઝનની પ્રક્રિયા શરૂ થઈ જશે.


આ પણ વાંચોઃ શહેરની મહિલા કરતા વધુ કમાય છે ગુજરાતના ગામડાની મહિલા, બની આત્મનિર્ભર


સરકારને મળ્યા હતા પ્રપોઝલ
બજેટ રજૂ થવાના એક દિવસ પહેલા નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લોકસભાને જણાવ્યું કે આઠમાં પગાર પંચની સ્થાપનનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી. પરંતુ જૂન 2024માં પગાર પંચની રચના માટે બે રજૂઆતો જરૂર મળી છે. રાષ્ટ્રીય પરિષદ (કર્મચારી પક્ષ), સંયુક્ત સલાહકાર મશીનરી (એનસી-જેસીએમ) કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સના માન્યતા પ્રાપ્ત નિગમોમાંથી એક હતા, જેણે જૂનમાં સરકારને પત્ર લખી આઠમાં પગાર પંચની રચના સંબંધિત જાહેરાત કરવાની માંગ કરી હતી.


હજુ પણ સરકાર કરી શકે છે આઠમાં પગાર પંચની રચના
એનસી-જેસીએમ સચિવ શિવ ગોપાલ મિશ્રા પ્રમાણે બજેટમાં સરકારે પગાર વધારવાને લઈને કે આઠમાં પગાર પંચને લઈને કંઈ કહ્યું નથી. તેમના પ્રમાણે વેતન મેટ્રિક્સ હજુ પણ રિવીઝન માટે પાત્ર છે. મિશ્રા અનુસાર કેન્દ્ર સરકાર કર્મચારીઓના વેતન મેટ્રિક્સ, જે તેની બેસિક સેલેરી નક્કી કરે છે, આઠમાં પગાર પંચની જાહેરાત પહેલા પણ રિવીઝન કરી શકાય છે. સામાન્ય રીતે વેતન મેટ્રિક્સને પગાર પંચના સૂચવેલા ફિટમેન્ટ ફેક્ટરના આધાર પર રિવીઝન કરવામાં આવે છે, જે 10 વર્ષમાં એકવાર બને છે. પરંતુ સાતમાં પગાર પંચે મોંઘવારી ભથ્થું મૂળ વેતનના 50 ટકા પહોંચવા પર કર્મચારીઓના વેતન મેટ્રિક્સની ભલામણ કરવામાં આવી હતી.