PM Kisan Yojana: પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. નવરાત્રીના અવસરે 18મા હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ માટે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવાર, 5 ઓક્ટોબર, 2024ના રોજ 9.5 કરોડ ખેડૂતોના ખાતામાં 18મા હપ્તા તરીકે 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 5 ઓક્ટોબરે, પીએમ મોદી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન 18મો હપ્તો ટ્રાન્સફર કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 17 હપ્તા રિલીઝ કર્યાં છે. 17મો હપ્તો આ વર્ષે જૂનમાં રિલીઝ કરવામાં આવ્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મોડ બાદ આ હપ્તો દેશના ખેડૂતોના બેંક ખાતામાં સીધો ટ્રાન્સફર કરવામાં આવે છે. આ યોજના હેઠળ, જમીનધારક ખેડૂત પરિવાર, જેના નામ પર ખેતી યોગ્ય જમીન છે, પાત્ર છે. 2 હેક્ટર સુધીની જમીનવાળા નાના અને સિમાંત ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.


કેવાયસી છે જરૂરી
પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર કિસાનોએ ફરજીયાત રૂપથી ઈલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર (કેવાયસી) પ્રક્રિયા પૂરૂ કરવી પડશે. 


પીએમ-કિસાન યોજનામાં નોંધાયેલા ખેડૂતો માટે ઇકેવાયસીના ત્રણ મોડ ઉપલબ્ધ છે: ઓટીપી આધારિત ઇ-કેવાયસી, બાયોમેટ્રિક આધારિત ઇ-કેવાયસી અને ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઇ-કેવાયસી.


કઈ રીતે કરશો ઓટીપી આધારિત કેવાયસી
1. પીએમ-કિસાન યોજના વેબસાઈટ પર જાવો, કિસાન કોર્નર સેક્શન પર નેવિગેટ કરો અને ઈ-કેવાયસી વિકલ્પ પસંદ કરો.
2. તમારો આધાર નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરો. ત્યારબાદ વેરિફિકેશન માટે તમારા નંબર પર ઓટીપી આવશે.
3.ઓટીપી નાખો અને ઈ-કેવાયસી પ્રક્રિયાને અંતિમ રૂપ આપવામાં આવશે.