નવી દિલ્હી : આ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં રોજગાર ક્રિએશન ડબલ થઈને 9.73 લાખ થઈ ગયું છે. સપ્ટેમ્બર 2017 બાદની તે સૌથી વધુ માસિક વૃદ્ધિ છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાની સરખામણી કરીએ તો, ત્યારે 4.11 લાખ નવા રોજગાર મળ્યા હતા. આ માહિતી મંગળવારે જાહેર કરવામાં આવેલ EPFO પેરોલ ડેટા દ્વારા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પરથી માલૂમ પડે છે કે, સપ્ટેમ્બર 2017થી સપ્ટેમ્બર 2018ની વચ્ચે EPFOની સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં 79.48 લાખ નવા સબ્સક્રાઈબર્સ જોડાયા છે. પેરોલ ડેટાથી માલૂમ પડે છે કે, ગત 13 મહિનામાં અનેક રોજગાર ક્રિએટ કરાયા છે. આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી ઓછા 2.36 લાખ સબ્સક્રાઈબર્સ EPFOની પોલિસી સાથે જોડાયા હતા. 


આ વર્ષે સપ્ટેમ્બરમાં 18થી 21 ઊંમરવર્ગમાં સૌથી વધુ 2.69 લાખ રોજગાર પેદા થયા હતા, અને તેના બાદ 22થી 25 વર્ષના ઉંમરમાં 2.67 લાખ રોજગાર પેદા થયા હતા. EPFOએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આ ડેટા પ્રોવિઝનલ છે. કેમ કે, કર્મચારીઓના રેકોર્ડ અપડેટ કરવાની પ્રોસેસ સતત ચાલુ રહે છે અને તે આગામી મહિનામાં અપડેટ થાય છે.


ઉંમર આધારિત ડેટા EPFOમાં જોડાનારા નવા સદસ્યોનો છે. જેમનું પહેલુ યોગદાન કોઈ મહિનામા EPFOને મળ્યું છે. દરેક ઉંમર વર્ગ માટે મહિનામાં અનુમાન નવા સદસ્યો, છોડનારા સદસ્યો, ફરીથી જોઈન કરનારા સદસ્યોને મિક્સ કરીને બનાવાય છે. 


આ અનુમાનમાં અસ્થાયી કર્મચારીઓ પણ સામેલ છે. જેમનું યોગદાન સમગ્ર વર્ષ સતત ચાલુ રહ્યું નથી. સદસ્યોના ડેટા યુનિક આધાર આઈડેન્ટીટીથી લિંક છે. દેશના સંગઠિત/અર્ધ સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ઈપીએફઓ મેનેજ કરે છે. જેના 6 કરોડ સક્રિય સદસ્યો છે.