Railwayમાં નોકરી માટેની મારામારી, 10 હજારની જગ્યા માટે મળ્યા 95 લાખ આવેદન
રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ(RRB) તરફથી વર્ષની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવેવા ગ્રુપ સી અને ડીની 1 લાખ ખાલી જગ્યાઓ માટે આશરે 2 કરોડ આવેદન પત્રોના વિશે તમને જાણકારી તો હશે.
નવી દિલ્હી: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ(RRB) તરફથી વર્ષની શરૂઆતમાં જ જાહેરાત કરવામાં આવેવા ગ્રુપ સી અને ડીની 1 લાખ ખાલી જગ્યાઓ માટે આશરે 2 કરોડ આવેદન પત્રોના વિશે તમને જાણકારી તો હશે. પરંતુ આ વખતે રેલવે તરફથી જ જાહેરાત કરવામાં આવેલી અન્ય ભરતી માટે તેનો જ પાછલો રેકોર્ડ તૂટી ગયો અને 10 હજાર જગ્યાઓ માટે 95 લાખ ઉમેદવારોએ આવેદન આપ્યું છે. પાછળની તમામ ભર્તીઓમાં જોવા મળ્યું છે, કે નાના પદો માટે લાખો ડીગ્રીવાળા લોકો પણ આવેદન કરી રહ્યા છે.
અત્યાર સુઘીમાં 95 લાખ આવેદન મળ્યા
યુપી પોલીસ તરફથી જાહેરાત કરવામાં આવેલા સંદેશાવાહકની જગ્યા માટે હજારો પીએડી ડ્રીગ્રી ધારકોએ પણ આવેદન ભર્યા છે. આ સમાચાર ચર્ચાને વિષય રહ્યા હતા. પાછલા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે તરફથી સુરક્ષા બળમાં ભરતી કરવા 9739 પદ માટે આવેદન મંગાવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ અને સબ ઇન્સપેક્ટકના પદ તથા મહિલા અને પુરુષ બંન્નેના આવેદન લેવામાં આવ્યા હતા. આ ભરતીઓ માટે આશરે 95 લાખ લોકોના આવેદન મળ્યા છે. હવે રેલવે બોર્ડએ વિચાર કરી રહી છે, કે આટલા બધા લોકોની પરીક્ષા કેવી રીતે કરાવી જોઇએ.
વધુ વાંચો...Facebook પાસેથી ભારત સરકારે માંગ્યો જરૂરી ડેટા, કંપની આવી દબાણમાં
સબ ઇન્સેક્ટરના પદ માટે 1,120 પદ ખાલી
રેલવે સુરક્ષા બળ(RPF)એ કોસ્ટેબલ માટે 8,619 અને સબ ઇસ્પેક્ટર માટે 1,120 ભરર્તીઓ માટે આવદેન કરવામાં આવ્યું છે. એક સમાચાર વેબસાઇટમાં થયેલા પ્રકાશીત થયેલા અહેવાલ અનુસાર આ બંન્ને પદો માટે આત્યાર સુધીમાં આશરે 95 લાખ 51 હજાર અરજીઓ મળી છે. મોટી સંખ્યામાં આવેદન મળવાથી પરીક્ષામાં આયોજન કરાવું એ પડકાર રૂપ છે. આ સમસ્યાના ઉકેલ માટે સેન્ટ્રલાઇઝ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટામ તૈયાર કરવામાં આવી શકે છે.