Mukesh Ambani House : મુકેશ અંબાણી હાલમાં ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના 13મા સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 83 અબજ ડોલર (723 હજાર કરોડ રૂપિયા) છે. ભારતમાં અંબાણી પરિવાર પાસે આલીશાન ઘરની સાથે સાથે ઘણી મોંઘી મિલકતો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટરને લઈને બે મોટા અપડેટ આવ્યા


આ સાથે અંબાણી પરિવાર પાસે ઘણા મોંઘા વાહનો પણ છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની ગણતરી દુનિયાના સૌથી મોંઘા ઘરોમાં થાય છે. તેમની પાસે વિશ્વભરમાં ઘણી મિલકતો છે. આ સાથે મુકેશ અંબાણી તેમના હાઉસ સ્ટાફને જે પગાર આપે છે તે ભારતમાં સીએ અને એમબીએના સરેરાશ પગાર ધોરણ કરતા વધુ છે.


તમે ક્યારેય જોયો છે આટલો મોટો ઉંદર ? વીડિયો જોઈને લોકો ફફડી ગયા, ઘરમાં આવી જાય તો ..


આટલો પગાર મળે છે
પગારની સાથે અંબાણી હાઉસના કર્મચારીઓને વીમો અને અન્ય લાભો પણ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના ઘરમાં રસોઈ બનાવનાર રસોઈયાને કેટલો પગાર મળે છે? કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અંબાણીના ઘરમાં રહેતા શેફને દર મહિને લગભગ 2 લાખ રૂપિયાનો પગાર મળે છે, એટલે કે તેને વાર્ષિક 24 લાખ રૂપિયાનો પગાર મળે છે. 


શુક્ર-બુધની યુતિથી બની રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, આ 3 રાશિવાળાને બંપર ધનલાભ!


માહિતી અનુસાર, મુકેશ અંબાણી સાદું શાકાહારી ખોરાક પસંદ કરે છે, જેમાં દાળ, ભાત, ચપાતી અને શાકભાજીનો સમાવેશ થાય છે. નાસ્તામાં તેની મનપસંદ વસ્તુ એક ગ્લાસ પપૈયાનો રસ અને થોડો ઈડલી-સાંભર છે અને તે પાપડી ચાટ જેવા નાસ્તાના પણ શોખીન છે.


Amul એ પશુપાલકોની આપી મોટી ખુશખબરી : દૂધના ભાવમાં વધારો કર્યો, બીજી પણ મોટી જાહેરાત


લાખોનો પગાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારના ડ્રાઈવરોને પણ દર મહિને લાખો રૂપિયાનો પગાર મળે છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની સંભાળ લેવા માટે 600થી વધુ કર્મચારીઓ હાજર હોય છે. આ કર્મચારીઓનો પગાર પણ એક મહિનામાં લાખો રૂપિયામાં હોવાનું કહેવાય છે.