Indian Railways: આજ સુધીમાં તમે પણ ટ્રેનમાં ઘણી વખત મુસાફરી કરી હશે. ભારતીય રેલવે અને ટ્રેન સાથે ઘણી રસપ્રદ માહિતી પણ જોડાયેલી છે. જેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આજે તમને આવા જ એક રેલવે સ્ટેશન વિશે જણાવીએ. ભારતનું આ રેલવે સ્ટેશન ખૂબ જ અનોખું છે. કારણ કે અહીં બે પ્લેટફોર્મ વચ્ચે બે કિલોમીટરનું અંતર છે. જ્યારે કોઈપણ રેલવે સ્ટેશન પર જવામાં આવે તો એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધી જવા માટે ખૂબ જ ઓછું અંતર કાપવું પડે છે. તમે આરામથી પ્લેટફોર્મ બદલી શકો છો. પરંતુ આ રેલવે સ્ટેશન ઉપર તમારે જો પ્લેટફોર્મ બદલવું હશે તો તમારે ઓટો કરીને જવું પડશે કારણ કે અહીં એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ સુધીનું અંતર 2 km નું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


Ration Card Update: સરકારે જાહેર કરી અનાજ વિતરણ માટે નવી ગાઈડલાઈન, જાણો નવો નિયમ


એલન મસ્કની વધુ એક જાહેરાત, હવે ટ્વીટર પર ન્યૂઝ વાંચવા માટે યૂઝર્સે આપવા પડશે પૈસા...


Jio Cinema એ વધારી Hotstarની ચિંતા, જીયોની આ ડીલથી ભારતમાં હોટસ્ટારને પડશે મોટો ફટકો


ભારતીય રેલવેનું આવું રેલવે સ્ટેશન બિહારના બેગુસરાઈ જિલ્લાના બરૌનીમાં આવેલું છે. આ એક ઔદ્યોગિક વિસ્તાર છે જે ગંગા નદીના કિનારે વસેલો છે. અહીં ઘણી બધી તેલ રિફાઇનરી અને થર્મલ પાવર પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારમાં બરૌની જંકશન આવે છે. આ જંકશનનું નિર્માણ 1883 માં થયું હતું જ્યારે અંગ્રેજોનું શાસન હતું. અહીં આબાદી તે સમયે ઓછી હતી તેથી આ રેલવે સ્ટેશન ઉપર માત્ર એક જ પ્લેટફોર્મ નંબર એક બનાવવામાં આવ્યું હતું. 


આ સ્ટેશનની શરૂઆત થઈ ત્યારે અહીં માત્ર માલગાડી આવતી હતી. અહીંની તેલ રિફાઇનરીમાંથી તેલ ભરીને તે વિવિધ જિલ્લામાં સપ્લાય કરતી. પરંતુ થોડા સમય પછી અહીં લોકોની મુસાફરી માટે પણ ટ્રેનની માંગ થઈ. તેના માટે પ્લેટફોર્મ નંબર 1 થી અંદાજે બે કિલોમીટર દૂર બીજું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું. 


લોકોની સુવિધા માટે બરૌની જંકશન તૈયાર કરવામાં આવ્યું. આ જંકશન પરથી વિવિધ જગ્યાઓ માટે ટ્રેન ચાલે છે. જોકે પહેલા બનેલા પ્લેટફોર્મ નંબર એક ઉપર ફક્ત માલ ગાડીઓ અટકે છે. પહેલા સ્ટેશનને બરૌની જંકશન નામ આપવામાં આવ્યું અને પછી બનાવેલા પ્લેટફોર્મ ને બરોની રેલવે સ્ટેશન નામ આપવામાં આવ્યું. આ રીતે એક જ નામના બે સ્ટેશન બન્યા. 


પહેલા બનેલા સ્ટેશને પ્લેટફોર્મ નંબર એક આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે નવા બનેલા રેલવે સ્ટેશનને પ્લેટફોર્મ નંબર બે નામ આપવામાં આવ્યું. જોકે તેમ છતાં લોકોને આ સ્ટેશન પર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે કારણ કે એક જ નામના બે રેલવે સ્ટેશન વચ્ચે 2 km નું અંતર છે અને તેમાં પણ પ્લેટફોર્મ નંબર એક અને પ્લેટફોર્મ નંબર 2 નામ આપવામાં આવ્યા છે. તેવામાં જો લોકોને પ્લેટફોર્મ બદલવાનું થાય તો બે કિલોમીટરનું અંતર કાપવું પડે છે.