બજારની દમદાર શરૂઆત સેન્સેક્સનો 600 પોઈન્ટનો કૂદકો, નિફ્ટીના આ રહ્યા હાલ
Stock Market Update: ગુરૂવાર સવારે 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 600 પોઈન્ટનો કૂદકો માર્યો. ત્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 170 પોઇન્ટની મજબૂતી સાથે 17,700 ને પાર કરી ગયો છે.
Stock Market Update: મોંઘવારીમાં રાહત અને અમેરિકન બજારમાં આવેલી જબરદસ્ત તેજીથી ધરેલુ શેર બજાર ગુરૂવાર સવારે લીલા નિશાન સાથે ખુલ્યું. કારોબારી સત્રની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટી સહિત મુખ્ય સૂચકાંકોમાં વધારો જોવા મળ્યો હતો. ગુરૂવાર સવારે 30 પોઇન્ટવાળો સેન્સેક્સ 600 પોઈન્ટનો કૂદકો માર્યો. ત્યારે 50 પોઈન્ટનો નિફ્ટી 170 પોઇન્ટની મજબૂતી સાથે 17,700 ને પાર કરી ગયો છે. પ્રી-ઓપન સેશન દરમિયાન જ સેન્સેક્સના 30 માંથી 29 શેર લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા.
ગ્લોબલ માર્કેટના હાલ
બીજી તરફ અમેરિકન બજાર અઢી મહિનાના ઉપરના સ્તર પર પહોંચી ગયું. ડાઉ જોંસ 535 પોઇન્ટ વધ્યો જ્યારે નેસ્ડેક 325 પોઇન્ટના ઉછાળા સાથે દિવસના સર્વોચ્ચ સપાટી ઉપર બંધ થયો. એસજીએક્સ નિફ્ટી 200 પોઈન્ટ ઉછળી 17,750 ની નજીક છે. ડાઓ ફ્યૂચર્સ 100 પોઈન્ટ ઉપર છે. ક્રુડ ઓઇલ 97 ડોલર પ્રતિ બેરલ પર થઈ ગયું છે.
'હર ઘર તિરંગા' અભિયાન, માત્ર 25 રૂપિયામાં કરો ઓર્ડર, તમારા ઘરે પહોંચી જશે રાષ્ટ્રીય ધ્વજ
ગુરૂવારના શેર બજારના હાલ
આ પહેલા બુધવારના ઘરેલુ શેર બજાર લગભગ સ્થિર બંધ થયું. 30 શેર પર આધારિત સેન્સેક્સ 35.78 પોઈન્ટના ઘટાડા સાથે 58,817.29 પોઇન્ટ પર બંધ થયો. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 9.65 પોઈન્ટના હળવા વધારા સાથે 17,534.75 પોઈન્ટ પર બંધ થયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube