Aadhaar Card Latest News: આધાર કાર્ડની જરૂરિયાત આજકાલ કયા કામ માટે નથી પડતી, દરેક લોકોને નાનાથી મોટા કામ માટે આધાર કાર્ડ અનિવાર્ય બની ગયું છે. બેંકમાં એકાઉન્ટ ખોલાવવાથી લઈને નવા મોબાઈલ નંબર લેવા સુધી દરેક કામમાં આધાર કાર્ડની જરૂરિયાત પડે છે. એવામાં આધાર કાર્ડમાં દરેક પ્રકારની જાણકારી અપડેટ હોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડમાં અત્યાર સુધી રજિસ્ટર નથી કરાવ્યો? શું તમે જૂનો મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છો અને નવા મોબાઈલ નંબર આધારમાં અપડેટ નથી? જો એવું હોય તો તમારે આધારમાં પોતાના મોબાઈલ નંબર રજિસ્ટર અથવા તો અપડેટ કરાવવામાં સમય વેડફવવો જોઈએ નહીં. તેનું કારણ એ છે કે આધાર કાર્ડની જરૂરિયાત આજના સમયમાં દરેક સરકારી કામમાં પડે છે.



મોબાઈલ નંબર અપડેટ કરવાના છે આ ફાયદા
UIDAI એ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે Aadhaar Card માં મોબાઈલ નંબર રજિસ્ટર કરાવીને લોકો ઘણા પ્રકારની સરકારી અને પ્રાઈવેટ સેવાઓનો લાભ ઉઠાવી શકે છે. તેના સિવાય તમે ઘરે બેઠા બેઠા આધાર ઓટીપી મારફતે પોતાનું ઈન્કમટેક્સ રિટર્નને ઈ-વેરિફાઈ કરી શકો છો. એટલું જ નહીં, EPF Account માંથી પૈસા ઉપાડવા માટે આધાર ઓટીપીની જરૂરિયાત રહે છે.


આ છે પ્રોસેસ (Mobile No Update in Aadhaar Process)
UIDAI એ જણાવ્યું છે કે આધારમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે તમારે આધાર સેવા કેન્દ્ર પર જવાનું રહેશે. તેના માટે તમારે https://appointments.uidai.gov.in/bookappointment.aspx પર જવાનું રહેશે. અહીં તમે તમારા નજીકનું આધાર સેવા કેન્દ્ર માટે એપોઈમેન્ટ બુક કરાવી શકો છો.


Biometric Authentication ની હોય છે જરૂરિયાત
સિક્યોરિટીના દ્દષ્ટિકોણથી મોબાઈલ નંબર અપડેટ કરાવવાની સુવિધા ઓનલાઈન કરવામાં આવી નથી. તેના માટે તમારે બાયોમેટ્રિક ઓથેંટિકેશનની જરૂરિયાત હોય છે. આધાર હેલ્પ સેન્ટરે જાતે જણાવ્યું છે કે, મોબાઈલ નંબર અપડેટ કરાવવા માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણની આવશ્યકતા છે. આ ઓનલાઈન અથવા તો પોસ્ટના માધ્યમથી કરાવી શકાતું નથી. જેથી તમે તમારા નજીકના આધાર કેન્દ્રની જાણકારી માટે આ લિંક પર ઓપન કરો...https://appointments.uidai.gov.in/EACenter.aspx."


50 રૂપિયાનો ખર્ચ
જો તમે પોતાના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા માંગો છો તો તમારે 50 રૂપિયાની ફીસ આપવી પડશે. Aadhaar Help Centre ના એક યૂઝરના સવાલના જવાબમાં કહેવામાં આવ્યું છે કે આ એક નક્કી પ્રક્રિયા મારફતે આધાર અપડેટ કરવામાં આવે છે. તેમાં રિક્વેસ્ટ પછી પાંચથી 90 દિવસ સુધીનો સમય લાગે છે.