આધાર કાર્ડની અનિવાર્યતાને લઇને કેંદ્વ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે તમારે બેંક એકાઉન્ટ ખોલાવવા અથવા પછી સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી પરંતુ તમારી ઇચ્છા પર નિર્ભર હશે. ઓળખ અને એડ્રેસના પુરાવા તરીકે આધાર કાર્ડ માટે દબાણ બનાવવા પર બેંક અને ટેલિકોમ કંપનીઓને એક કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલું જ નહી આમ કરનાર કંપનીઓના કર્મચારીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઇ શકે છે. આ પ્રકારે હવે તમે સિમ કાર્ડ લેવા અથવા પછી બેંકમાં ખાતુ ખોલાવવા માટે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ, રેશનકાર્ડ અથવા અન્ય કોઇ માન્ય દસ્તાવેજ હકથી ઉપયોગ કરી શકો છો. કોઇપણ સંસ્થા આધાર કાર્ડને ઉપયોગ કરવા માટે તમે દબાણ ન કરી શકો.

જાણો, HOME LOAN માં શું થયો છે ફેરફાર, નફો થશે કે નુકસાન?


સરકારના પ્રિવેંશન ઓફ મની લોડ્રિંગ એક્ટ અને ભારતીય ટેલિગ્રાફ એક્ટમાં ફેરફાર કરી આ નિયમને સામેલ કરવામાં આવ્યો છે. સોમવારે કેંદ્રિય કેબિનેટે આ સુધારાને મંજૂરી આપી દીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટોચની અદાલતે કહ્યું કે યૂનિક આઇડીને ફક્ત વેલફેર સ્કીમઓ માટે ઉપયોગ કરી શકાય છે. 


ડેટાના મિસયૂઝ પર 50 લાખ દંડ, 10 વર્ષની સજા
કાયદામાં થયેલા સુધારા અનુસાર આધાર ઓથેંટિકેશન કરનાર કોઇ સંસ્થા અથવા ડેટા લીક માટે જવાબદાર મળી આવે છે તો 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. આ ફેરફારને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે. જોકે રાષ્ટ્ર હિતમાં આવી જાણકારી આપી શકાય છે. 

TV જોનારાઓ માટે 1 જાન્યુઆરીથી બદલાશે આ બે નિયમ, મનપસંદ ચેનલ જોવી બનશે મોંઘી


આધાર પર તમને મળશે હક
નવભારત ટાઇમ્સના અહેવાલ અનુસાર કેંદ્વ સરકારે આ નિર્ણયના લીધે હવે તમારે બેંક ખાતું ખોલાવવા અને સિમ કાર્ડ લેવા માટે આધાર આપવાની બાધ્યતા નહી રહે. અત્યાર સુધી કંપનીઓ અને બેંક તેને અનિવાર્ય ગણાવી રહી હતી. આ પ્રકારે તમારે આધાર પર અધિકાર પણ મળી ગયો છે. તમે ઇચ્છો તો આ જાણકારી આપો અથવા ન આપો.