Aadhaar કાર્ડને વધુ ગોપનીય બનાવવાનો પ્લાન, હવે ફક્ત અહીં બનશે આધાર કાર્ડ
હવે લોકોને આધાર કાર્ડ બનાવવા માટે રખડપટ્ટી કરવી નહી પડે, કારણ કે કેંદ્ર સરકાર ફેબ્રુઆરીથી પોસ્ટઓફિસમાં આધાર બનાવવાની સુવિધા શરૂ કરવા જઇ રહી છે.
નવી દિલ્હી/આગરા: હવે લોકોને આધાર કાર્ડ બનાવવા માટે રખડપટ્ટી કરવી નહી પડે. કારણ કે કેંદ્ર સરકાર ફેબ્રુઆરીમાં પોસ્ટઓફિસમાં આધાર બનાવવાની સુવિધા શરૂ કરી રહી છે. જાણકારી અનુસાર, સંબંધમાં વિભાગીય કાર્ય પ્રગતિ પર છે. આગરા ક્ષેત્રમાં આધાર કાર્ડ બનાવવા માટે 600 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પોસ્ટ વિભાગના નાયબ નિયામક આર.બી.ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા પોસ્ટઓફિસમાં જ મળશે. તેમણે કહ્યું કે સંભાવના છે કે ફેબ્રુઆરી મહિનાથી જ લોકો આ સુવિધાનો લાભ લઇ શકશે.
હવે ફક્ત અહીં જ બનાવી શકશો આધાર કાર્ડ
અત્રે ઉલ્લેખનીય છે કે સીએસસી અથવા અન્ય કંપનીઓના સેંટરો પર આધાર કાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ ગત ડિસેમ્બરથી આ વ્યવસ્થા બદલાઇ ગઇ છે. હવે ફક્ત સરકારી કાર્યાલયોમાં જ આધાર કાર્ડ બનાવવાનું કામ થશે. હવે તેને વધુ ગોપનિય બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. તેની જવાબદારી સરકારે પોસ્ટ ઓફિસને સોંપવામાં આવી છે.
વાંચો: મોદી સરકારની આ યોજનાઓમાં થઈ રહ્યું છે ફ્રોડ, તમે પણ રાખો ખાસ સાવચેતી
નિશુલ્ક કરવામાં આવશે કામ
પોસ્ટઓફિસમાં આધાર કાર્ડ બનાવવા અને તેમાં સુધારો નિશુલ્ક કરવામાં આવશે. તેના હેઠળ આગરા રેંજમાં 600 પોસ્ટ કર્મચારીઓની પસંદગી કરવામાં આવી છે. તેમની એક પરીક્ષા થઇ ચૂકી છે. વિભાગીય અધિકારી ટૂંક સમયમાં વિભાગીય અધિકારી જલદી જ પોસ્ટઓફિસમાં આધાર કાર્ડ બનાવનાર ઉપકરણ ઉપલબ્ધ કરાવશે.
વાંચો: PFની પૂરેપૂરી રકમ કાઢી લેતા હોવ તો થોભી જાવ, ખાસ વાંચો આ અહેવાલ
આધાર ડેટા સંપૂર્ણપણે સુરક્ષિત: UIDAI
આધાર ઇશ્યૂ કરનાર સંસ્થા ભારતીય વિશિષ્ટ ઓળખ અધિકૃતતા(યૂઆઇડીએઆઇ) પહેલાં જ આધાર ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત ગણાવી ચૂકી છે. UIDAIના અનુસાર કોઇપણ ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો નથી અને કરવામાં આવશે નહી. UIDAI એ સ્પષ્ટ કર્યું છે કે આધાર નંબર કોઇ ગોપનીય નંબર નથી અને જો આધાર ધારક સરકારી કલ્યાણ યોજનાઓ તથા અન્ય સેવાઓનો લાભ લેવા માંગે છે તો તેને અધિકૃત એજન્સીઓ સાથે આધાર નંબર શેર કરવાનો હોય છે.