Aadhar Card Update New Rules: આધાર કાર્ડના નિયમો બદલાઈ ગયા છે. હવે એમ જ બેન્કમાં જઈને આધારકાર્ડ બનાવી આવતા હતા એમ આધારકાર્ડ નીકળશે નહીં. સરારી અધિકારી તમારા ઘરે આવશે અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મંજૂરી આપશે. કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.  ૧૮થી ઉપરનાને સ્થળ-દસ્તાવેજ ચકાસણી બાદ જ નવું આધારકાર્ડ આપવામાં આવશે. સરકારનો આ મામલે હેતું એવો છે કે બોગસ આધારકાર્ડ બનતાં અટકશે. જિલ્લા કે મ્યુનિ. કોર્પોરેશન સ્તરે ત્રીસ દિવસમાં આધારકાર્ડ માટે ખોટી અરજી નો ઘટસ્ફોટ થશે. સરકાર આ મામલે ટૂંકસમયમાં નવા નિયમનો અમલ કરશે, દેશભરમાં બોગસ આધારકાર્ડ બનતા અટકાવવા કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. નવુ આધારકાર્ડ મેળવવા માટે કરવામાં આવતી અરજી બાદ અરજદારે બતાવેલા સરનામા ઉપર જઈ સ્થળ તપાસ કરવાની સાથે અરજી સાથે આપવામાં આવેલા દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ નવુ આધારકાર્ડ આપવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર હવે નિયમો બદલવા જઈ રહી છે. જેમાં અધિકારીઓ તમારા ઘરે ચકાસણી કરવા માટે આવશે બાદમાં જ આ કાર્યવાહી આગળ ચાલશે. જેમાં તમારે વધારે સમય જઈ શકે છે. જે લોકોએ આધારકાર્ડ બનાવવાના બાકી છે તેઓ માટે હવે છેલ્લી તક છે. આધારકાર્ડ એ અગત્યનો દસ્તાવેજ છે. કોઈ પણ સરકારી કાર્યવાહીમાં આધારકાર્ડની ફરજિયાત જરૂર પડતી હોય છે. આધારકાર્ડ વિના સરકારી કામ કરવા કે બેન્કના કામ કરવા અઘરા છે. જિલ્લા કે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે નવા આધારકાર્ડ બનાવવા આવેલી અરજીઓની ચકાસણી કરાયા બાદ આવેલી અરજીઓ પૈકી કેટલી સાચી અને કેટલી ખોટી એ અંગેનો રીપોર્ટ જે તે સક્ષમ સત્તાધીશને ત્રીસ દિવસમાં કરવાનો રહેશે. નવા આધારકાર્ડ માટે નવો નિયમ ટૂંક સમયમાં અમલી બનશે.


કેન્દ્ર સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર દ્વારા પણ નવા આધારકાર્ડ માટે પોર્ટલ ડેવલપ કરવામાં આવ્યુ છે. આમ સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. ફક્ત તારીખ જાહેર થશે અને નિયમો બદલાઈ જશે.  અત્યારસુધી તમે બેન્કમાં જઈને ડોક્યુમેન્ટ જમા કરાવો તો તુરંત જ આ માટેની પ્રોસસ થથી હતી. હવે સરકારે બોગસ આધારકાર્ડ રોકવા માટે સરકારે નવા નિયમો બનાવ્યા છે. જે નિયમો થોડા દિવસો બાદ અમલમાં આવશે. જો કોઈને આધારકાર્ડ બનાવવું હોય તો જલદી કરજો નહીં તો નિયમો બાદ સમય વધુ લાગશે.  નવું આધારકાર્ડ મેળવવા અરજી કરનારા અરજદારની ભૌતિક ચકાસણી સમયે અરજદાર તરફથી અરજી સાથે સબમીટ કરવામાં આવેલા  તેના ફોટા ઉપરાંત અરજદારે અરજી સાથે મુકેલા તમામ દસ્તાવેજોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. આવશ્યકતા પડશે તો અરજદારે અરજી સાથે સબમીટ કરેલા દસ્તાવેજનુ ક્રોસ વેરીફીકેશન પણ કરવામાં આવશે. અરજદારના ફોટો સહિતના તમામ ડોક્યુમેન્ટનું સ્ક્રીનીંગ કરાશે


આ માટે બદલાયેલા નિયમો એવા છે કે, નોડલ અધિકારીઓની નિયુકિત કરી તેમના યુઝર આઈ-ડી રાજય કક્ષાએથી ક્રીએટ કરવામાં આવશે.જિલ્લા-તાલુકા કક્ષાના યુઝર આઈ-ડી જિલ્લા કે તાલુકાકક્ષાએથી એકિટવ કરવામા આવશે.રાજય સરકારના આ પોર્ટલ ઉપર સરળતાથી કામગીરી કરી શકે એ માટે પિનકોડ આધારીત સિસ્ટમ પોર્ટલમાં ક્રીએટ કરવામા આવી છે. જેને પગલે હવે તમારી 18 વર્ષથી વધારે છે અને તમારે આધારકાર્ડ કઢાવવું છે તો નવા બદલાયેલા નિયમો અંદર્ગત હવે વેરિફેીકેશન પણ કરાવવું પડશે.