નવી દિલ્હીઃ અબાન ગ્રુપ (Aban Group) ની ફાઈનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર કંપની Aban Holdings એ ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) માટે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી દીધી છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 256-270 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. નોંધનીય છે કે આ ઈશ્યૂ 12 ડિસેમ્બરે લોન્ચ થશે જ્યારે દાવ લગાવવાનો છેલ્લો દિવસ 15 ડિસેમ્બર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો આઈપીઓની વિગત
Aban Holdings ના આઈપીઓમાં 38 લાખ ફ્રેશ ઇક્વિટી શેરનું વેચાણ થશે જ્યારે ઓફર ફોર સેલ દ્વારા 90 લાખ ઇક્વિટી શેરનું વેચાણ કરવામાં આવશે. ફ્રેશ ઈશ્યૂથી મળનારી રકમના 80 કરોડ રૂપિયા સુધીનું રોકાણ તેની નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અબાન ફાઈનાન્સમાં થશે. આ સાથે અન્ય રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ કામ માટે કરવામાં આવશે. 


તો ઓફર ફોર સેલમાંથી મળનારી રકમ શેરધારકોને આપવામાં આવશે. કંપનીના પ્રમોટર અભિષેક બંસલ, સેલિંગ શેરહોલ્ડર છે. નોંધનીય છે કે આર્યમાન ફાઈનાન્શિયલ સર્વિસેઝ આઈપીઓ માટે બુક-રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેયર સર્વિસેઝ ઓફરનું રજીસ્ટ્રાર છે. 


કંપનીની શું છે સ્થિતિ
Aban Holdings ને એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે 29.74 કરોડનો નફો થયો છે. તો રેવેન્યૂની વાત કરીએ તો 284.9 કરોડ હતું. નાણાકીય વર્ષ 2022માં કંપનીનો નફો 61.97 કરોડ હતો અને રેવેન્યૂ 638.63 કરોડ રહ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube