Bouns Share: છેલ્લાં એક વર્ષ દરમિયાન જે કંપનીઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે, તેમાં Abhishek Integrations Limited પણ એક છે. કંપનીએ માત્ર એક વર્ષમાં પોઝીશનલ રોકાણકારોના પૈસા ડબલ કરી દીધા છે. હવે કંપનીએ રોકાણકારોને બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. આવો આ મલ્ટીબેગર સ્ટોક વિશે વિસ્તારથી જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 શેર પર 1 શેર બોનસ આપવામાં આવશે
આ એસએમઈ એનએસઈ કંપનીએ શેર બજારને આપેલી જાણકારીમાં જણાવ્યું કે 1 શેર પર 1 શેર બોનસ તરીકે કંપની ઈન્વેસ્ટરોને આપશે. કંપનીએ તે માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરી નથી. આશા છે કે 11 જુલાઈએ યોજાનારી એજીએમમાં કંપની તરફથી બોનસ ઈશ્યૂ માટે રેકોર્ડ ડેટ જાહેર કરવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ ₹10000 ના બની ગયા 10 લાખ રૂપિયા, આ સ્ટોકે આપ્યું ગજબ રિટર્ન, એક્સપર્ટ બુલિશ


શેર બજારમાં કંપનીનું શાનદાર પ્રદર્શન
Trendlyne ના ડેટા અનુસાર 1 મહિના પહેલા Abhishek Integrations Limited પર દાંવ લગાવનારા રોકાણકારોને 34.5 ટકા સુધીનું રિટર્ન મળ્યું છે. તો છેલ્લાં 6 મહિનામાં કંપનીના શેરમાં 49 ટકાની તેજી આવી છે. નોંધનીય  છે કે Abhishek Integrations Limited ના શેરને એક વર્ષ પહેલા ખરીદીને હોલ્ડ કરનાર ઈન્વેસ્ટરોને 100 ટકાનું રિટર્ન મળી ચુક્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube