નવી દિલ્હીઃ ફેબ્રુઆરી મહિનો પૂરો થતાં જ શિયાળાનો અંત આવે છે અને  ઉનાળો શરૂ થાય છે. જેના કારણે લોકો ઉનાળાની તૈયારીઓ પણ કરી લે છે. પંખા અને કુલર તેમજ એસીની મોટા પ્રમાણમાં ખરીદી થાય છે. સ્પ્લિટ અને વિન્ડો એસીની માર્કેટમાં સૌથી વધુ ડિમાન્ડ છે, પરંતુ ઉનાળામાં આ બંનેની કિંમતો આસમાને હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ જો તમે તેને હમણાં એટલે શિયાળામાં ખરીદો છો, તો તમને ભારે ડિસ્કાઉન્ટ મળી શકે છે કારણ કે ઉનાળો હજુ શરૂ થયો નથી અને તે પહેલા કંપનીઓ તેની ખરીદી પર મોટી ઓફર આપે છે. જો તમે પણ એસી ખરીદવા માગો છો, તો આજે અમે તમને આના પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ્સ અંગે જણાવવા જઈ રહ્યાં છીએ, જેનાથી તમે હજારો રૂપિયા બચાવી શકો છો.


કયા એસી પર મળે છે સૌથી વધુ ડિસ્કાઉન્ટ
જે એસી પર મહત્તમ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે તે છે વ્હર્લપૂલ 4 ઈન 1 કન્વર્ટિબલ કૂલિંગ 1.5 ટન 5 સ્ટાર સ્પ્લિટ ઈન્વર્ટર AC જે વ્હાઈટ કલરનું છે, જે એક સ્પ્લિટ એસી છે. અને ફ્લિપકાર્ટ પર ખરીદી શકાય છે. આ એસીની ક્ષમતા 1.5 ટનની છે. અને આવી સ્થિતિમાં તે ઉનાળામાં મોટા રૂમને પણ સરળતાથી ઠંડો કરી શકે છે. આ એસી  અડધાથી પણ ઓછી કિંમતે ખરીદી શકાય છે અને ફ્લિપકાર્ટ ઓફર કરી રહ્યું છે.જો આ એસીની વિશેષતા વિશે વાત કરીએ, તો તે એક ઈન્વર્ટર એર કંડિશનર છે. તેની ક્ષમતા 1.5 ટન છે અને તે 5 સ્ટાર BEE રેટિંગ સાથે બજારમાં ઉપ્લબ્ધ છે. આ એસી વીજળીની મોટી બચત કરે છે.  


આ પણ વાંચોઃ FARMERS BENEFIT: નાણામંત્રીએ બેંકો માટે આપ્યો નવો આદેશ, હવે ગ્રાહકોને મળશે સીધો લાભ


તમારા ઘરની કુલ 25% વીજળી બચાવે છે.
આ એસીમાં ગ્રાહકોને ઓટો રિસ્ટાર્ટનું ઓપ્શન પણ મળે છે. આમાં કોપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે કૂલીંગ ખુબ સારુ હોય છે. સાથે જ આ એર કંડિશનરની જાળવણી પણ ખૂબ જ સરળ છે. તેમાં ઓટો એડજસ્ટિંગ ટેમ્પરેચર ઉપલબ્ધ છે, જેથી તમારે કૂલિંગને વારંવાર વધારવી કે ઘટાડવી ના પડે. જો કે આ એર કંડિશનરની કિંમત 74,700 રૂપિયા છે, પરંતુ ગ્રાહકો તેને 35,440 રૂપિયામાં ખરીદી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube