નવી દિલ્હી: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એક પછી એક શિખરો સર કરી રહ્યા છે. અદાણી ગ્રુપ દ્વારા એસીસી અને અંબુજા સિમેન્ટના વ્યવસાયમાં પગ પેસરો કર્યા બાદ હવે એક નવી જ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મૂકી રહ્યા છે. અદાણી ગ્રુપે એવિએશન ઈન્ડરસ્ટ્રીઝમાં વધુ એક મોટી ડીલ કરી છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી એન્ટરપ્રાઇઝની પેટાકંપનીએ કોમર્શિયલ ડ્રોન બનાવનાર બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપમાં મોટું રોકાણ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 જુલાઈ સુધી પુરી થશે ડીલ
જોકે, આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે, તેની જાણકારી કંપનીએ હાલના સંજોગોમાં શેર કરી નથી, પરંતુ આ ડીલ 31 જુલાઈ 2022 સુધી પુરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એવિએશન સેક્ટરમાં પણ અદાણી ગ્રુપે હાલમાં ખુબ જ મોટું રોકાણ કર્યું છે. કંપનીએ ઘણા એરપોર્ટના સંચાલન માટે કોન્ટ્રાક્ટ લીધો છે. વર્તમાનમાં કંપનીની પાસે દેશના મુખ્ય એરપોર્ટના સંચાલન માટેનો કોન્ટ્રાક્ટ છે. જેમાં જયપુર, અમદાવાદ અને મુંબઈ એરપોર્ટનો સમાવેશ થાય છે.


50% હિસ્સો ખરીદવા માટે કર્યો સોદો 
અદાણી ગ્રુપ ડિફેન્સ સેક્ટરમાં ધીરે ધીરે પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે. ગ્રૂપની અદાણી ડિફેન્સ સિસ્ટમ એન્ડ ટેક્નોલોજિસે ડ્રોન નિર્માતા જનરલ એયરોનોટિક્સ નામની ડ્રોન બનાવનાર કંપનીમાં 50% હિસ્સો ખરીદવા માટે એક મક્કમ સોદો કર્યો છે. અદાણી ડિફેન્સના સીઇઓ આશિષ રાજવંશીએ BSE ફાઇલિંગમાં માહિતી આપી હતી કે આ એક્વિઝિશન કંપનીને પોતાની મિલિટ્રી UAV ક્ષમતા વધારવામાં મદદ કરશે.


ખેડૂતો માટે પણ કરશે કામ
એટલું જ નહીં, આ ડીલમાં સૈન્ય ક્ષમતાની સાથે ઘરેલૂ કૃષિ સેક્ટર માટે પણ સામાધાન વિકસિત કરવા માટે વિચાર કરશે. જનરલ એયરોનોટિક્સ મુખ્ય રીતે એગ્રી સેક્ટર માટે કામ કરે છે. આ કંપની રોબોટિક ડ્રોન બનાવે છે જે પાકની સુરક્ષા માટે અલગ અલગ ટેકનિકથી કામ કરાવવામાં આવે છે. સાથે જ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસનો ઉપયોગ કરીને પાકની દેખરેખ પણ કરે છે.


ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દેશમાં હવે ધીમેધીમે ડ્રોન સેક્ટરને ઘણું પ્રોત્સાહન આપી રહી છે. એટલા માટે સરકારે ડ્રોન નીતિ પણ તૈયાર કરી છે. જ્યારે ઘરેલૂ સ્તર પર તેનું મેન્યુફેક્ચકિંગને પ્રોત્સાહન આપવાનો પણ સરકારનો લક્ષ્યાંક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube