અદાણીની સિમેન્ટ કંપનીનો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 42% ઘટ્યો નફો, છતાં શેર બન્યા રોકેટ!
ગૌતમ અદાણીની સિમેન્ટ કંપનીના નફામાં ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટના નફામાં 42 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 42 ટકા ઘટીને રૂ. 456 કરોડ થયો હતો.
Ambuja Cements Q2 FY25 Results: ગૌતમ અદાણીની સિમેન્ટ કંપનીના નફામાં ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટના નફામાં 42 ટકાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 42 ટકા ઘટીને રૂ. 456 કરોડ થયો હતો. સિમેન્ટના નબળા ભાવ અને માંગમાં સુસ્તીને કારણે આંચકો લાગ્યો છે. જો કે, આ પરિણામની સ્ટોક પર કોઈ અસર થઈ નથી. અંબુજા સિમેન્ટે નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં રૂ. 472.89 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. જો કે વાર્ષિક ધોરણે જોવામાં આવે તો તેમાં 22 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂ. 644 કરોડનો નફો કર્યો હતો. કંપનીના ત્રિમાસિક પરિણામોની શેર પર કોઈ અસર થઈ નથી અને સોમવારે અંબુજા સિમેન્ટના શેરમાં તેજી રહી હતી. અંબુજા સિમેન્ટનો શેર 570.65 +17.30 (+3.13%) પર રહ્યો.
ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રૂપની કંપની અંબુજા સિમેન્ટ્સનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ઘટીને રૂ. 472.89 કરોડ થયો છે. ગયા નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર) માટે કંપનીનો ચોખ્ખો નફો 987.24 કરોડ રૂપિયા હતો. (ACL)એ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક રૂ. 7,516.11 કરોડ રહી હતી, જ્યારે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં તે રૂ. 7,423.95 કરોડ હતી.
ACLની કુલ આવક (જેમાં અન્ય આવક પણ સામેલ છે) બીજા ક્વાર્ટરમાં રૂ. 7,890.14 કરોડ રહી હતી. સમીક્ષા હેઠળના ત્રિમાસિક ગાળામાં કુલ ખર્ચ રૂ. 7,023.49 કરોડ રહ્યો હતો. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 643.84 કરોડ હતો. નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ ક્વાર્ટરમાં સિંગલ ઓપરેટિંગ આવક રૂ 4,213.24 કરોડ હતી.