મૌલિક ધામેચા/અમદાવાદ :કમરતોડ મોંઘવારી વચ્ચે લોકો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે.  CNG ના ભાવમાં વધારો થયો છે. અદાણી ગેસ કંપનીએ આજથી નવો ભાવ વધારો લાગુ કર્યો છે. 2 રૂપિયાના ભાવ વધારા સાથે સીએનજી ગેસનો નવો ભાવ ₹ 73.09 રૂપિયા પહોંચ્યો છે. અગાઉ CNG માં જૂનો ભાવ ₹ 71.09 રૂપિયા હતો. ત્યારે હવે લોકોના બજેટને વધુ અસર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન યુદ્ધની અસર હવે ભારતમાં બળતણની કિંમતો પર દેખાવા લાગી છે. માનવામાં આવી રહ્યુ છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે.


આ પણ વાંચો : 17 વર્ષની તરૂણી 14 વર્ષના કિશોરને ભગાવી ગઈ, આવીને કહ્યું, ‘અમે સંબંધ બાંધ્યા છે!!!’


દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવના હેતુથી તે મહત્વનુ છે કે, કાચા તેલની વધતી કિંમતો વચ્ચે એવુ માનવામાં આવી રહ્યુ છે કે, ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડશે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના ભાવમાં વધુ સ્પષ્ટતા આવવાની રાહ જોવાઈ રહી છે. કાચુ તેલ બુધવારની સાંજ સુધી 129 ડોલર પ્રતિ બેરલની ઉપર ચાલી રહ્યુ હતું તો ગુરુવારે સવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિમત 2 ટકાના વધારા સાથે 113.2 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યુ હતું. 


બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલા ભાવમાં તેજી જોવા મળી શકે છે. મંગળવારે દિલ્હી સહિત અનેક શહેરોમાં સીએનજીના ભાવમાં વધારો કરાયો છે. તો ગુજરાતમાં આજથી અદાણીએ નવો ભાવવધારો લાગુ કર્યો છે.