• અદાણી CNG અને કોમર્સિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો

  • CNGમાં પ્રતિ કિલો 5 રૂપિયાનો ધારો થતાં નવો ભાવ 79.59 રૂપિયા થયો

  • તો કોમર્શિયલ LPG 250 રૂપિયાના વધારા સાથે 2253ને પાર 


બ્રિજેશ દોશી/અમદાવાદ :દેશભરમાં આજથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થઇ ગયા છે. ત્યારે અદાણી CNG અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે. CNG માં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. તો કોમર્શિયલ LPG 250 રૂપિયાના વધારા સાથે 2253 ને પાર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. માનવામાં આવી રહ્યુ છે કે, પેટ્રોલ તેમજ ડીઝલ પર જલ્દી જ મોંઘવારીનો માર પડવાનો છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. દેશમાં પાંચ રાજ્યોમાં થયેલા વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્યારે ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. કિંમતોમાં વધારો વૈશ્વિક સ્તર પર તેલના વધુ ભાવ બોલાઈ રહ્યાં છે. તો બીજી તરફ, સીએનજીના ભાવ પણ વધી ગયા છે, આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલા ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે. 


આ પણ વાંચો : કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસ તૂટશે, આ દિગ્ગજ નેતા AAPમાં જોડાય તેવી શક્યતા


અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો. CNG માં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 79.59 રૂપિયા થયો છે. 


અદાણી ગેસનો વિવિધ શહેરમાં સીએનજીનો ભાવ  


  • વડોદરા: 76.84 પ્રતિ કિલોગ્રામ

  • પોરબંદર: 82.59 પ્રતિ કિલોગ્રામ

  • ખેડા: 80.59 પ્રતિ કિલોગ્રામ

  • સુરેન્દ્રનગર: 80.59 પ્રતિ કિલોગ્રામ

  • અમદાવાદ: 79.59 પ્રતિ કિલોગ્રામ

  • નવસારી: 80.59 પ્રતિ કિલોગ્રામ


અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
મોંઘવારી મામલે અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યથાવત છે. અમરાઈવાડીમાં શહેર કોંગ્રેસ દ્વારા સૂચક દેખાવો કરાયા હતા. મોંઘવારી વિરુદ્ધ વિવિધ પોસ્ટર, પેટ્રોલપંપ પ્રતિકૃતિ, lpg સિલિન્ડર સાથે દેખાવો કરાયા. કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.