ગુજરાતમાં ભડકે બળ્યા CNG ના ભાવ, Adani એ CNG માં વધારો ઝીંક્યો
CNG Price Hike : નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર....અદાણીએ CNG ગેસના ભાવમાં કર્યો કિલો દીઠ એક રૂપિયાનો વધારો....વાહન ચાલકોએ હવે એક કિલો CNG ગેસ માટે ચૂકવવા પડશે 80.34 રૂપિયા...
CNG Price Hike મૌલિક ધામેચા/અમદાવાદ : અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો ઝીંક્યો છે. અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ ₹ 1નો વધારો જાહેર કર્યો છે. અદાણી CNG નો જૂનો ભાવ 79.34 રૂપિયા હતો, જે હવેથી વધારીને 80.34 પર પહોંચ્યો છે. ત્યારે વધુ એકવાર મોંઘવારીનો મારો લોકો પર ઝીંકાયો છે.
નવા વર્ષમાં પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. અદાણીએ CNG ગેસના ભાવમાં કિલો દીઠ 1 રૂપિયાનો વધારો કર્યો છે. જેથી આજથી વાહન ચાલકોને હવે એક કિલો CNG ગેસ માટે 80.34 રૂપિયા ચૂકવવા પડશે. હાલના સમયમાં લોકો પહેલેથી મોંઘવારના મારે તળે દબાયેલા છે, ત્યારે રોજબરોજની વસ્તુઓના સતત વધી રહેલા ભાવ હવે લોકોની કમર તોડી રહ્યાં છે.
આ પણ વાંચો :
ગુજરાતના 5 સાંસદોને દિલ્હી બોલાવી ભાજપે બેસાડી રાખ્યા, 2 વાર મીટિંગ વિના રવાના કર્યા
અનામતનું કોકડું ઉકેલાયું, હવે ગુજરાતમાં આવી પંચાયતની ચૂંટણીના બ્યૂગલ ફૂંકાશે
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ જનતાની કમરતોડી નાખી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ ગેસના ભાવ વધાર્યાં છે.
લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગ્રાહકોને મોંઘવારીનો માર પડવાનું શરૂ થઇ ગયું હતું. પેટ્રોલ તેમજ ડીઝલ પર હવે મોંઘવારીનો માર પડવાનું શરૂ થઈ ગયું છે. તે પહેલા જ સીએનજીના ભાવ વધવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂરી થઈ ત્યારથી ચૂંટણીના પરિણામ બાદ તેની અસર ભાવ પર પડવા લાગી છે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં 10 મર્ડર, સુરતમાં હત્યા બાદ આધેડના શરીરના અંગો કાપ્યા