રોકેટ બનશે અદાણી ગ્રુપનો આ શેર, નિષ્ણાંતોએ કહ્યું- 1900 રૂપિયા સુધી જઈ શકે છે ભાવ
હિંડનબર્ગ વિવાદ બાદ સંકટમાં ઘેરાયેલા ગૌતમ અદાણીની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડનો શેર 15.78 ટકા વધી 1579 રૂપિયા પર બંધ થયો છે.
નવી દિલ્હીઃ Adani Stock To Buy: હિંડનબર્ગ વિવાદ બાદ સંકટમાં ઘેરાયેલા ગૌતમ અદાણીના મુખ્ય યુનિટ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના શેર 15.75 ટકા વધી 1579 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયા છે. આ પહેલાં હિંડનબર્ગ રિપોર્ટ આવવાના મહિનામાં આ શેરમાં 63 ટકાનો કડાકો થયો હતો. પરંતુ છેલ્લા પાંચ દિવસમાં આ શેરમાં 14 ટકાનો વધારો થયો છે. માર્કેટ જાણકારો પ્રમાણે આ શેરમાં હજુ રેલી જારી રહી શકે છે.
શું કહે છે બ્રોકરેજ?
મુંબઈ સ્થિત સોવરેન ગ્લોબલ માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઇક્વિટી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ અનુજ દીક્ષિતે કહ્યુ- તકનીકી રીતે અદાણી એન્ટરપ્રાઇઝમાં એક મજબૂત કાઉન્ટર ટ્રેન્ડ ચાલવાની સલાહ આપવામાં આવી રહી છે. દીક્ષિતે કહ્યું- સ્ટોકમાં વધુ તેજીની સંભાવના છે કારણ કે બુલિશ એનગલ્ફિંગ પેટર્નને હાઈ વોલ્યૂમનો સપોર્ટ છે. ચાર્ટ પેટર્ન પર તે 1900 જઈ શકે છે. જે લગભગ 40 ટકા વધુ છે. હાલ સ્ટોકને લગભગ 1400 પર મહત્વપૂર્ણ સમર્થનથી ઉપર રાખવામાં સક્ષમ છે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગના તોફાનમાંથી બહાર આવ્યા અદાણી, 1 દિવસમાં કરી 3,30,32,32,00,000 ની કમાણી
અદાણી ભેગી કરી રહ્યાં છે રકમ
હિંડનબર્ગ રિપોર્ટ બાદ મુશ્કેલીનો સામનો કરી રહેલા અદાણી સમુહ તરફથી દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ જીતી શકાય. આ કડીમાં અદાણી સમૂહે હોંગકોંગ અને સિંગાપુરમાં રોડ શો આયોજીત કર્યાં છે. રોડ શોમાં સામેલ અધિકારીઓ પ્રમાણે અદાણી સમૂહની પાસે 400 મિલિયન ડોલરની ક્રેડિટ સુવિધા સિવાય આગામી ત્રણ વર્ષોમાં લોનની ચુકવણી કરવા માટે પૂરતા પૈસા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મેંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો આધીન હોય છે અને રોકાણ પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube