નવી દિલ્હીઃ Adani Share Price: અદાણી ગ્રુપની કંપનીઓ છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી છે. આજે બુધવારના કારોબારમાં ગ્રુપના શેર સતત છઠ્ઠા દિવસે મજબૂત રહ્યા હતા. આના કારણે માત્ર અદાણી ગ્રૂપની માર્કેટ વેલ્યુ જ ઝડપથી વધી નથી, પરંતુ ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પણ વધી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છ શેરમાં અપર સર્કિટ
આજે બજાર ભલે વધુ ફાયદામાં ન રહ્યું હોય, પરંતુ અદાણી સમૂહ માટે હોળીનો દિવસ રંગીન બની રહ્યો. આજના કારોબારમાં સમૂહના દરેક 10 સ્ટોક્સ થોડી મિનિટોના કારોબારમાં ફાયદામાં આવી ગયા હતા અને ઘણાએ તો અપર સર્કિટની સાથે કારોબારની શરૂઆત કરી હતી. દિવસનો કારોબાર સમાપ્ત થયા બાદ અદાણી સમૂહની છ કંપનીઓ અદાણી ગ્રીન (Adani Green), અદાણી પાવર (Adani Power), અદાણી ટ્રાન્સમિશન (Adani Transmission),અદાણી વિલ્મર (Adani Wilmar),અદાણી ટોટલ ગેસ (Adani Total Gas) અને એનડીટીવી (NDTV)ના શેર પર અપર સર્કિટ લાગી હતી. આ બધા છ શેર પર કાલે પણ અસર સર્કિટ લાગી હતી. 


આ પણ વાંચોઃ Post Office ની સૌથી કમાલ સ્કીમ, માત્ર 5 વર્ષમાં ગેરંટી સાથે આપશે 14,02,552 લાખ


આવી રહી અન્ય શેરની સ્થિતિ
અદાણી ગ્રીન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલ્મર, અદાણી ટોટલ ગેસ અને એનડીટીવી 5-5 ટકા વધ્યા હતા. અન્ય ગ્રૂપ કંપનીઓ પર નજર કરીએ તો ફ્લેગશિપ સ્ટોક અદાણી એન્ટરપ્રાઇઝ 2.86 ટકા વધ્યો હતો. ટ્રેડિંગના અંત પછી, અદાણી પોર્ટ્સ 3.22 ટકા, ACC 1.03 ટકા અને અંબુજા સિમેન્ટ 1.69 ટકા વધ્યા હતા.


હવે અદાણીની નેટવર્થ આટલી છે
જાન્યુઆરીના અંતમાં હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં લગભગ એક મહિના સુધી ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ એક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં 80 ટકા સુધીનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. આની અસર ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી હતી. એક સમયે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયેલા ગૌતમ અદાણી આ રિપોર્ટ સામે આવ્યા બાદ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં ટોપ-30માંથી બહાર થઈ ગયા છે. જોકે હવે ગૌતમ અદાણી $52.1 બિલિયનની નેટવર્થ સાથે બ્લૂમબર્ગ બિલિયોનેર્સની યાદીમાં 24મા સ્થાને પહોંચી ગયા છે.


આ પણ વાંચોઃ હોળી-ધુળેટીના તહેવાર પર ખરીદો તમારી મનપસંદ જ્વેલરી, આટલા ઘટી ગયા સોના-ચાંદીના ભાવ


આ ફેક્ટરથી મદદ મળી
રોકાણકારો અદાણી ગ્રુપમાં ફરી વિશ્વાસ દર્શાવી રહ્યા છે. ગયા અઠવાડિયે, NRRE રોકાણકાર રાજીવ જૈનની કંપની GQG પાર્ટનર્સે અદાણી ગ્રૂપના શેર્સમાં રૂ. 15,446 કરોડનું રોકાણ કર્યું હતું. આ રોકાણો અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં કરવામાં આવ્યા હતા. બીજી તરફ, આજે અદાણી જૂથે રૂ. 7,374 કરોડની લોન સમય પહેલાં ચૂકવી દીધી હતી.


એમકેપ 6 દિવસમાં આટલો વધ્યો
ગ્રૂપ અને ગ્રૂપ કંપનીઓના શેરને આ પરિબળોની મદદ મળી રહી છે. આ કારણોસર છેલ્લા 6 દિવસથી ગ્રુપના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સતત તેજીના આધારે અદાણી જૂથની કંપનીઓનું માર્કેટ કેપ હવે રૂ. 9 લાખ કરોડને પાર કરી ગયું છે. આ સમયગાળા દરમિયાન, ગ્રુપ કંપનીઓના એમસીએપીમાં કુલ રૂ. 2.15 લાખ કરોડનો વધારો થયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube