Gautam Adani : હિંડનબર્ગ રિપોર્ટથી અદાણી ગ્રૂપના ગૌતમ અદાણીની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ રિપોર્ટને આવીને લગભગ 2 મહિના થઈ ગયા છે. તેની અસર હજી પણ આ મોટા ગ્રૂપ પર દેખાઈ રહી છે. તેની અસર ઓછી કરવા માટે અને ઈન્વેસ્ટર્સનો ભરોસો જીતવા માટે અનેક મોટા નિર્ણયો લઈ રહ્યું છે. ત્યારે અદાણી ગ્રૂપે તેમનો વધુ એક મોટો પ્રોજેક્ટ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ વહેતા થયા હતા. જોકે આ મામલે અદાણી ગ્રુપ દ્વારા ખુલાસો કરીને સ્પષ્ટતા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સાથે જોડાયેલો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંડનબર્ગ રિપોર્ટ બાદથી અદાણ ગ્રૂપને મોટું નુકસાન થયું છે. રિપોર્ટ આવ્યા બદાથી ઈન્વેસ્ટર્સનો ભરોસો અદાણી એન્ટરપ્રાઈઝ પરથી ઓછો થવા લાગ્યો છે. પરિણામે અદાણીના શેર તૂટવા લાગ્યા છે. આ સમસ્યાઓથી લડવા માટે અદાણી ગ્રૂપ અનેક મોટા નિર્ણયો લઈ રહ્યું છે, જેના માધ્યમથી ઈન્વેસ્ટર્સનો ભરોસો ફરીથી જીતી શકાય. જોકે અદાણી ગ્રૂપે ગુજરાતના મુન્દ્રામાં 34,500 કરોડ રૂપિયાના પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનું કામ હાથ પુરતું સ્થગિત કરવામાં આવ્યું છે. 


ગુજરાત પર પાંચ દિવસ આફત આવશે, આ અઠવાડિયા માટે નવી આગાહી આવી


મુન્દ્ર પેટ્રોકેમ શું છે
અદાણી ગ્રૂપની ફલેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝે વર્ષ 2021 માં સબસિડરી મુન્દ્રા પેટ્રોકેમની શરૂઆત કરી હતી. જેથી અદાણી પોર્ટ અને સેઝની જમીન પર Coal to PVC પ્લાન્ટ લગાવવામા આવે. આ પ્લાન્ટ ગુજરાતના કચ્છમાં છે. પરંતું હિંડનબર્ગની રિપોર્ટને કારણે અદાણી ગ્રૂપને પોતાનો આ પ્રોજેક્ટ હાલ પુરતો સ્થગિત કરવો પડ્યો છે.


વીડિયોને શેર કરવા મજબૂર કરી દેશે આ ગુજરાતી બાળક


ગ્રૂપ હાલ પ્રોજેક્ટનું આકલન કરી રહ્યું છે
અદાણી ગ્રૂપે હિંડનબર્ગના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. હાલ ઈન્વેસ્ટર્સના રૂપિયા પરત કરવા, ઓપરેશનને કન્સોલિડેટ કરવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત કેશફ્લો અને હાલના ફાઈનાન્સનું આકલન કરવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે હવે મુન્દ્ર પ્રોજેક્ટને આગળ વધારવાનો કંપનીનો કોઈ પ્લાન નથી. ગ્રૂપે એક મેઈલ મોકલીને મુન્દ્ર પેટ્રોકેમ લિમિટેડના ગ્રીન પીવીસી પ્રોજેક્ટ સાથે જોડાયેલ તમામ કામને આગામી નોટિસ સુધી તાત્કાલિક પ્રભાવથી બંધ કરવાનું કહ્યું છે. કંપની આંકલન કરી રહી છે કે, કયા પ્રોજેક્ટને ચાલુ રાખવાનો છે, અને કયા ટાઈમલાઈમને રિવાઈઝ કરવાની જરૂર છે. 


પાવાગઢ મંદિરમાં આજથી નારિયેળ વધેરવાનો નિયમ બદલાયો, ભૂલથી પણ ગંદકી કરતા નહિ, નહિ તો..
 


જાણો ગ્રીન પીવીસી પ્રોજેકટ મુદ્દે શું કહ્યું?
મુંદ્રા પેટ્રોકેમિકલ્સ લિમિટેડ માટેના ફાયનાન્સિયલ ક્લોઝર નાણાકીય સંસ્થાઓ સમક્ષ પેંડીગ છે અને તેઓની સક્રીય વિચારણા હેઠળ છે. માર્કેટમાં તાજેતરની પરિસ્થિતિના કારણે મેનેજમેન્ટે ફાયનાન્સિયલ ક્લોઝર સહિત એન્જિનિયરિંગ ડિઝાઇન અને અન્ય કામગીરી સાથે ઝડપથી આગળ વધવા નિર્ણય કર્યો છે.


આ પેંડીંગ બાબતોના અનુસંધાને મહાકાય સાધનોની પ્રાપ્તી અને પ્રોજેક્ટ સાઈટ ઉપર પ્રસ્તાવિત બાંધકામની કામગીરી હાલ સ્થગિત રાખવા નિર્ણય કર્યો છે. આગામી છ માસમાં આ પ્રોજેક્ટ માટેનું ફાયનાન્સિયલ ક્લોઝર મેળવી લેવાની અમોને આશા છે ત્યારબાદ પ્રોજેક્ટ માટેના સાધનો પ્રાપ્ત કરવાથી લઈ સાઇટ ઉપર બાંધકામની કામગીરી જોસભેર શરુ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સંપ્પન કરવાની મૂળ સમયરેખાને પહોંચી વળવા માટે કામગીરીમાં ઝડપથી આગળ વધવા અમે પ્રતિબધ્ધ છીએ એમ અદાણી સમૂહના પ્રવક્તાએ જણાવ્યું છે.