ગૌતમ અદાણી-મુકેશ અંબાણી વચ્ચે કરાર!, કર્મચારીઓ માટે બની શકે છે મુસીબત
એશિયાના બે સૌથી અમીર અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પરસ્પર `નો પોચિંગ` કરાર કર્યો છે. નો પોચિંગ કરાર એટલા માટે પણ મહત્વનો છે કે કારણ કે હવે અદાણી સમૂહ એવા કારોબારમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં પહેલેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો છે.જાણો કેમ કર્મચારીઓમાં ફફડાટ છે.
એશિયાના બે સૌથી અમીર અબજોપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પરસ્પર 'નો પોચિંગ' કરાર કર્યો છે. આ કરાર હેઠળ અદાણી સમૂહના કર્મચારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી શકશે નહી અને મુકેશ અંબાણીની કંપનીમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓને પણ અદાણી સમૂહ હાયર કરશે નહીં. આ કરાર આ વર્ષ મે મહિનાથી લાગૂ છે અને બંને કંપનીઓ સંલગ્ન તમામ વેપાર માટે છે.
બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે. રિપોર્ટ મુજબ અદાણી સમૂહ કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી હજુ સુધી આ કરાર સંલગ્ન સવાલના જવાબ અપાયા નથી.
એગ્રીમન્ટનું કારણ શું?
નો પોચિંગ કરાર એટલા માટે પણ મહત્વનો છે કે કારણ કે હવે અદાણી સમૂહ એવા કારોબારમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં પહેલેથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો દબદબો છે. ગત વર્ષ અદાણી સમૂહે અદાણી પેટ્રોકેમિકલ્સ લિમિટેડ સાથે પેટ્રોકેમિકલ્સના ક્ષેત્રમાં પ્રવેશની જાહેરાત કરી. આ સેક્ટરમાં રિલાયન્સની મોટી હાજરી છે.
એક પણ પૈસાના રોકાણ કર્યા વગર તગડી કમાણી કરાવી આપે છે આ બિઝનેસ, જાણો વિગતો
જ્યારે ટેલિકોમમાં પણ અદાણી સમૂહે એન્ટ્રી માટે પહેલું ડગલું ભરી લીધુ છે. હાલમાં જ અદાણીએ 5જી સ્પેક્ટ્રમ માટે બોલી લગાવી છે. જ્યારે ગ્રીન એનર્જી સેક્ટરમાં પણ અદાણી અને અંબાણી એક બીજાના પ્રતિસ્પર્ધી બનતા જોવા મળી રહ્યા છે. આ પ્રકારે મીડિયામાં પણ મુકેશ અંબાણી બાદ હવે અદાણી સમૂહે એન્ટ્રી કરી છે.
કેટલા કર્મચારીઓ પર અસર
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે કરારના કારણે લાખો કર્મચારીઓ માટે રસ્તા બંધ થયા છે. રિલાયન્સના 3.80 લાખથી વધુ કર્મચારી છે. જ્યારે અદાણી સૂહના પણ હજારો કર્મચારી મુકેશ અંબાણીની કોઈ કંપનીમાં નોકરી કરી શકશે નહીં.
ભારતમાં 'નો પોચિંગ' કરારનું ચલણ કે જે એક સમયે એટલું પ્રચલિત ન હતું તે હવે ધીરે ધીરે પ્રચલિત બની રહ્યું છે. ટેલેન્ટ વોર અને સેલરી હાઈકના કારણે કંપનીઓ નો પોચિંગ કરાર પર ભાર મૂકી રહી છે. કર્મચારીઓની ડિમાન્ડ કે વધતા પગાર કંપનીઓ માટે એક જોખમ છે. ખાસ કરીને એવા સેક્ટરમાં જ્યાં ટેલેન્ટની અછત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube