નવી દિલ્હીઃ Adani Share: અદાણી ગ્રુપને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી અદાણી ગ્રુપના શેરમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અદાણી ગ્રુપે એક મહત્વની જાહેરાત કરી છે. વાસ્તવમાં, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું જૂથ સંસ્થાકીય રોકાણકારોને તેમની ત્રણ કંપનીઓના શેર વેચીને ત્રણ અબજ ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન ફાઇનાન્શિયલ રિસર્ચ અને ઇન્વેસ્ટમેન્ટ કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટમાં છેતરપિંડીના આરોપો બાદ જૂથને ભારે નુકસાન થયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી ગ્રુપ
રિપોર્ટ બાદ અદાણી ગ્રુપ વિવિધ ઉપાયો દ્વારા પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જૂથની ફ્લેગશિપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના ડાયરેક્ટર બોર્ડે સંસ્થાકીય રોકાણકારોને શેર વેચીને $2.5 બિલિયન (રૂ. 21,000 કરોડ) એકત્ર કરવાની મંજૂરી આપી દીધી છે. તો અદાણી ગ્રુપ એનર્જી લિમિટેડના ડાયરેક્ટર મંડળ એક-બે સપ્તાહમાં એક અબજ ડોલર ભેગા કરવાની મંજૂરી આપી શકે છે. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: જુલાઈમાં ફરી વધી શકે છે  DA,પગારમાં 8 રૂપિયા જેટલો વધારો સંભવ


અદાણી કંપની
તેમણે જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંજૂરી બાદ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને અદાણી ટ્રાન્સમિશન લિમિટેડે શેરધારકો પાસેથી મંજૂરી માંગી છે. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેને મંજૂરી આપવા માટે જૂનના પહેલા અથવા બીજા સપ્તાહમાં બેઠક કરી શકે છે. આ જૂથ કુલ $3.5 બિલિયન એકત્ર કરી શકે છે. આનાથી જૂથ તેના મૂડી ખર્ચને પહોંચી વળવા સક્ષમ બનશે. મૂડી એકત્ર કરવાની પ્રક્રિયા ચાલુ વર્ષના બીજા ક્વાર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં પૂર્ણ થઈ શકે છે.


આ પણ વાંચોઃ શું તમે પણ બેન્કમાં 2000ની નોટ જમા કરાવી આવ્યા છો તો નુક્સાન પણ જાણી લો


શેર
પાત્ર સંસ્થાકીય ખરીદદારોને શેર ઇશ્યૂ કરીને મૂડી ઊભી કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર યુરોપ અને પશ્ચિમ એશિયાના રોકાણકારોએ તેમાં સારો રસ દાખવ્યો છે. હાલના કેટલાક રોકાણકારો ઓફર સ્વીકારી શકે છે અને કેટલાક નવા રોકાણકારો પણ તેમાં જોડાઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube