Adani Loan Issue:ફ્રાંસની કંપનીએ SBIને આપી ધમકી, જો અદાણીને લોન આપી તો...
કંપનીના ડાયરેક્ટર ઓફ ઇંસ્ટીટ્યૂશનલ કોર્પોરેટ ક્લાઇંટ્સ & ESG જીન જેક્સ બાર્બએરીઝે કહ્યું કે અમને લાગે છે કે SBIને આ અદણી (Adani Group)ના આ પ્રોજેક્ટને ફાઇનાન્સ ન કરવો જોઇએ.
નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) લોન વિવાદ (Loan Issue)હવે જોર પકડી રહ્યો છે. ફ્રાંસની કંપની Amundiએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI)ને સીધે સીધી ધમકી આપી છે જો બેંકે ઓસ્ટ્રેલિયામાં અદાણીના કાર્માઇકલ કોલ માઇન (Carmichael coal mine)ને આપવામાં આપનાર 5000 કરોડ રૂપિયાની લોન પર પ્રતિબંધ ન લગાવ્યો તો તે એસબીઆઇના ગ્રીન બોન્ડ્સને વેચી દેશે.
SBI ને ફ્રાંસની કંપનીની ધમકી
કંપનીના ડાયરેક્ટર ઓફ ઇંસ્ટીટ્યૂશનલ કોર્પોરેટ ક્લાઇંટ્સ & ESG જીન જેક્સ બાર્બએરીઝે કહ્યું કે અમને લાગે છે કે SBIને આ અદણી (Adani Group)ના આ પ્રોજેક્ટને ફાઇનાન્સ ન કરવો જોઇએ. જોકે આ તેમનો નિર્ણય રહેશે, પરંતુ અમે આ વાતને લઇને બિલકુલ સ્પષ્ટ છીએ કે જો તે આમ કરે છે તો અમે પણ તાત્કાલિક બોન્ડ્સ વેચી દઇશું.
અમે કહ્યું, હવે SBIના જવાબની રાહ
તેમણે કહ્યું કે 'ખનનને ફાઇનાન્સ કરવું સ્ટેસ્ટે બેંક ઓફ ઇન્ડીયા (SBI)ની ગ્રીન બોન્દ ફાઇનાન્સ થનાર ગતિવિધિઓની બિલકુલ વિરૂદ્ધ હશે. અમે SBI સાથે વાત કરી છે અને લોન ન આપવા માટે કહ્યું છે, હવે અમે તેમના જવાબની રાહ જોઇ રહ્યા છીએ.
Amundi પાસે Amundi Planet Green Emerging Fund હેઠળ SBIના ગ્રીન બોન્ડ્સ છે. કંપનીનું કહેવું છે કે તે ખબર પડી છે કે ભારતની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ ઓસ્ટ્રેલિયાના વિવાદ કોલ માઇન પ્રોજેક્ટને ફડિંગ કરી રહી છે.
કોલ માઇનને લઇને વિરોધ
ઓસ્ટ્રેલિયાના કીંસલેંડમાં હાલ અદાણીનો કરોડો ડોલરનો Carmichael કોલ માઇન શરૂથી જ વિવાદોમાં રહી છે. આ પ્રોજેક્ટને પર્યાવરણ માટે ખતરો ગણવામા6 આવ્યો અને તેને લઇને વિરોધ પ્રદર્શન પણ થયા. ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ત્રણેય મેચોની વનડે સીરીઝની પહેલી મેચમાં પણ કેટલાક લોકો બેનર લઇને અદાણીને લોન ન આપવાની માંગ કરી રહ્યા હતા. પ્રદર્શનકારી પોસ્ટર લઇને મેદાનમાં પણ આવ્યા, તેમણે ટી-શર્ટ પહેરી હતી જેના પર લખ્યું હતું No $1b Adani loan.’ ઘણા પ્રદર્શનકારી સિડની ગ્રાઉન્ડની બહાર પણ એકઠા થયા હતા. ત્યારબાદ મુદ્દો સમાચારપત્રોમાં છવાયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube