ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સતત પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. હાલમાં જ ગૌતમ અદાણીએ સિમેન્ટ કારોબારમાં પણ એન્ટ્રી કરી હતી. હવે ગૌતમ અદાણીના પુત્ર કરણ સિમેન્ટ કંપનીઓની કમાન સંભાળશે. અદાણી જૂથે અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડનું અધિગ્રહણ પૂરું કરી લીધુ છે. આ સાથે જ સમૂહ દેશનું બીજુ સૌથી મોટું સિમેન્ટ ઉત્પાદક બની ગયું છે. અદાણી સમૂહનો વેપાર પોર્ટ અને ઉર્જાથી લઈને એરપોર્ટ, તથા દૂરસંચાર સુધી ફેલાયેલો છે અને હવે સિમેન્ટ પણ તેમાં સામેલ થઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિગ્રહણની જાહેરાત
અદાણી જૂથે 6.5 અબજ ડોલરમાં અંબુજા સિમેન્ટ્સ અને એસીસીના અધિગ્રહણની જાહેરાત કરી. ડીલમાં હોલ્સિમની અંબુજા અને એસીસીમાં ભાગીદારીના અધિગ્રહણની સાથે શેરધારકો માટે ખુલ્લી રજૂઆત પણ સામેલ છે. અદાણી દ્વારા અધિગ્રહણના તરત બાદ બંને સિમેન્ટ કંપનીઓએ CEO અને CFO સહિત આ કંપનીઓના ડાઈરેક્ટર બોર્ડના રાજીનામાની જાહેરાત કરી છે. ગ્રુપે પોતાના સંસ્થાપક ચેરમેન ગૌતમ અદાણીને અંબુજા સિમેન્ટ્સના પ્રમુખ નોમિનેટ કર્યા છે. 


પુત્રને કમાન
તેમના પુત્ર કરણ સિમેન્ટ ઊદ્યોગની કમાન સંભાળશે. હાલ તેઓ ગ્રુપનો પોર્ટ કારોબાર જોશે. તેમને બંને કંપનીઓમાં ડાઈરેક્ટર અને એસીસી લિમિટેડમાં ચેરમેન પદ માટે નોમિનેટ કરાયા છે. અદાણી જૂથે બંને કંપનીઓના ડાઈરેક્ટર બોર્ડમાં સ્વતંત્ર ડાઈરેક્ટર્સને પણ નોમિનેટ કર્યા છે. જેમાં અંબુજા સિમેન્ટ્સ બોર્ડમાં ભારતીય સ્ટેટ બેંક (SBI) ના પૂર્વ  ચેરમેન રજનીશકુમાર તથા એસીસી બોર્ડમાં શેલ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ નિતિન શુક્લા સામેલ છે. ગ્રુપે નીરજ અખૌરીના સ્થાને અજયકુમારને અંબુજા સિમેન્ટ્સના સીઈઓ બનાવ્યા છે. 


20,000 કરોડ રૂપિયાની પૂંજી
શ્રીધર બાલકૃષ્ણન એસીસીના સીઈઓ હશે. 35 વર્ષના કરણે અમેરિકાના પુડ્રુર્યૂ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. હાલ તેઓ અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડની જવાબદારી સંભાળી રહ્યા છે. ગૌતમ અદાણીના બે પુત્ર છે કરણ અને જીત. નાના પુત્ર જીતે પેન્સિલવેનિયા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ એપ્લોયડ સાયન્સિસમાંથી સ્નાતકની ડિગ્રી લીધી છે. તેઓ ગ્રુપમાં નાણાકીય મામલાઓના ઉપાધ્યક્ષ છે. અંબુજા સિમેન્ટ્સના નવા ડાઈરેક્ટર બોર્ડે વોરન્ટ ફાળવણી દ્વારા કંપનીને ગતિમાં લાવવા માટે 20,000 કરોડ રૂપિયાની પૂંજી નાખવાની મંજૂરી આપી છે. 


સૌથી મોટું અધિગ્રહણ
અદાણીનું આ સૌથી મોટું અધિગ્રહણ છે. આ સાથે જ દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામગ્રી ખંડમાં અત્યાર સુધીનું સૌથી મોટું વિલય અને અધિગ્રહણ ડીલ છે. નિવેદન મુજબ અદાણી પરિવારે એન્ડેવર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા સ્વિસ કંપની હોલ્સિમ સાથે ડીલ અને ખુલ્લી રજૂઆત પ્રક્રિયા પૂરી કરવાની સાથે સાથે અધિગ્રહણ પૂરું કર્યું છે. આ ડીલ પૂરી થયા બાદ અદાણીની અંબુજા સિમેન્ટ્સમાં 63.15 ટકા અને એસીસીમાં 56.69 ટકા ભાગીદારી હશે. (અંબુજા સિમેન્ટ્સ દ્વારા 50.05 ટકા ભાગીદારી) અંબુજા સિમેન્ટ્સ અને એસીસી લિમિટેડનું માર્કેટ કેપિટલ હાલ 19 અબજ ડોલર છે. નિવેદન મુજબ 4.50 અબજ ડોલરનું કરજ 14 આંતરરાષ્ટ્રીય બેંકોમાંથી લેવાયું છે. 


સિમેન્ટ ક્ષેત્રમાં વૃદ્ધિની ગુંજાઈશ
તેમાં બાર્કલેજ બેંક અને ડોયચે બેંક એજી સામેલ છે. અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે ભારતમાં સીમેન્ટ ક્ષેત્રમાં વૃદ્ધિની ખુબ ગુંજાઈશ છે અને તે 2050 બાદ અન્ય તમામ દેશોથી આગળ નીકળી જશે. આ તેને એક આકર્ષક કારોબાર બનાવે છે. તેમણે કહ્યું કે, અમે દુનિયામાં સૌથી મોટી નવીનિકરણીય ઉર્જા કંપનીઓમાંથી એક છે. તેનાથી અમને સારી ગુણવત્તાવાળા હરિત સિમેન્ટના ઉત્પાદનમાં મદદ મળશે. જે સંસાધનો સાથે અનુકૂળતાભર્યા ઉપયોગવાળી અર્થવ્યવસ્થા (સર્ક્યુલર ઈકોનોમી)ના સિદ્ધાંતને અનુરૂપ છે. આ બધાની સાથે અમે 2030 સુધી સૌથી મોટા અને સૌથી દક્ષ સિમેન્ટ વિનિર્માતા હોઈશું. ઉલ્લખનીય છે કે અદાણી સમૂહે હોલ્સિમ લિં.ની ભારતમાં શાખાઓમાં નિયંત્રણકારી ભાગીદારીના અધિગ્રહણની ડીલની જાહેરાત કરી હતી. હાલ અંબુજા સિમેન્ટ્સ અને એસીસીની જોઈન્ટ રીતે સ્થાપિત ક્ષમતા 6.75 કરોડ ટન વાર્ષિક છે. જ્યારે આદિત્ય બિરલા સમૂહની કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ 11.99 કરોડ ટનની સ્થાપિત ક્ષમતા સાથે સિમેન્ટ ક્ષેત્રે આગળ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube