નવી દિલ્હીઃ Adani Wilmar IPO: 27 જાન્યુઆરીએ વર્ષ 2022નો બીજો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર (Adani Wilmar) નો IPO 27 જાન્યુઆરીએ ખુલી રહ્યો છે. તેના ઈશ્યૂની સાઇઝ 3600 કરોડ રૂપિયા છે. કંપનીએ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 218-230 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી જચે. આ ઈશ્યૂ 31 જાન્યુઆરી સુધી ખુલો રહેશે. અદાણી વિલ્મર ફોર્ચ્યૂન બ્રાન્ડથી એડિબલ ઓયલ અને બીજી ફુડ પ્રોડક્ટ બનાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણી વિલ્મર (Adani Wilmar) ના આઈપીઓમાં 1 રૂપિયાની ફેસ વેલ્યૂ પર 3600 કરોડ રૂપિયાના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. તેમાં ઓફર ફોર સેલ (OFS) નહીં હોય. કંપનીએ પોતાના કર્મચારીઓ માટે 107 કરોડ રૂપિયાના શેર રિઝર્વ રાખ્યા છે. તેને બિડિંગમાં 21 રૂપિયા પ્રતિ શેરની છૂટ મળશે. આ અદાણી ગ્રુપની બજારમાં લિસ્ટ થનારી સાતમી કંપની હશે. 


આ પણ વાંચોઃ 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓના ખાતામાં જમા થશે 2 લાખ રૂપિયા! જાણો 18 મહિનાના DA એરિયર્સ પર મોટું અપડેટ


અદાણી વિલ્મરની (Adani Wilmar) વેલ્યૂએશન 26287 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અદાણી વિલ્મરમાં અદાણી ગ્રુપ અને સિંગાપુર સ્થિત વિલ્મર ગ્રુપની 50-50 ટકા ભાગીદારી છે. કંપનીએ આઈપીઓ માટે લોટ સાઇઝ 65 શેરની રાખી છે. જો અપર પ્રાઇઝ બેન્ડ 230 રૂપિયા પ્રમાણે તેમાં 14950 રૂપિયાનું રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 194,350 રૂપિયા લગાવી શકાય છે. 


અદાણી વિલ્મરે (Adani Wilmar) ના એન્કર રોકાણકારો માટે 50 ટકા ભાગ રિઝર્વ રાખ્યો છે. તો નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે 15 ટકા અને રિટેલ રોકાણકારો માટે 35 ટકા ભાગ રિઝર્વ રાખ્યો છે. કોટક મહિન્દ્રા કેપિટલ  (Kotak Mahindra Capital), જેપી મોર્ગન ઈન્ડિયા (JP Morgan India),  BofA Securities India, Credit Suisse Securities (India), ICICI Securities, HDFC Bank અને BNP Paribas આ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube