મુંબઇ: એચડીએફસી બેન્ક લિમીટેડના મેનેજિંગ ડિરેક્ટર આદિત્ય પુરીને 2018 માટે પ્રતિષ્ઠિત AIMA - JRD ટાટા કોર્પોરેટ લિડરશિપ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. કેન્દ્રના હાઉસિંગ અને અર્બન અફેર્સના રાજ્યકક્ષાના પ્રધાનહરદીપ સિંઘ પુરીના હસ્તે ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન (એઆઇએમએ)ના 63મા સ્થાપના દિનની નવી દિલ્હી ખાતે થયેલી ઉજવણીમાં પુરીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. “ભારતના અનેક સારા બેન્કર્સમાં અને સંસ્થા સર્જકોમાંના એક એવા તેમણે વિશિષ્ટ સંચિત છતા આધુનિક બેન્ક ઊભી કરી છે એમ,”એઆઇએમએએ પોતાના પ્રશસ્તિપત્રમાં જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ એવોર્ડ ઇન્ફોસિસ લિમીટેડના ચેરમેન નંદન નિલેકણીના અધ્યક્ષપણા હેઠળની જ્યુરી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. પુરીને આ એવોર્ડ એનાયત કરવા માટે જ્યુરીએ સર્વસંમતિ વ્યક્ત કરી હતી. ભારતમાં આ એવોર્ડ પ્રાપ્ત કરવાની અનેક લોકો ઇચ્છા રાખતા હોય છે તેમા રોલીંગ ટ્રોફી, પ્રશસ્તિપત્ર અને રૂ. 2 લાખ સુધીની રોકડનો સમાવેશ થાય છે. 


આદિત્ય પુરીએ જણાવ્યું હતું કે “તેમની દૂરંદેશીભરી આગેવાની હેઠળ એચડીએફસી બેન્કે વૈશ્વિક કક્ષાની ભારતીય બેન્ક તરીકે વિકાસ કર્યો છે અને સતત છેલ્લા પાંચ વર્ષથી ભારતની અત્યંત મૂલ્યવાન બેન્ક તરીકે તેને ઓળખવામાં આવે છે. ફોર્બ્સના અનુસાર તેમની આગેવાની હેઠળ બેન્કે એશિયાને આકાર આપનારી ટોચની પાંચ બેન્કોમાં સ્થાન મેળવ્યું છે. એક વિચક્ષણ સીઇઓ, જેમણે સતત ચાર વર્ષો સુધી વિશ્વના બેરોનના ટોચના 30 સીઇઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. તેમણે ફક્ત બેન્કની ઝડપી વૃદ્ધિ હાંસલ કરી નથી પરંતુ વૃદ્ધિ ઊંચી ગુણવત્તાવાળી હોય તેની પણ ખાતરી રાખી છે. બેન્કનો બિન ઉપજાઉ અસ્કયામતો (એનપીએ)નો ગુણોત્તર પ્રોજેક્ટ લોનના એક તૃતીયાંશ જેટલો છે.



એક રૂપાંતર કરનારા આગેવાને ટેકનોલોજીકલ અને બજાર પરિવર્તનો સાથે કદમ મિલાવ્યા છે અને બેન્કના મોટા ભાગના બિઝનેસને ડિજીટાઇઝ્ડ કર્યો છે. તેમણે ઓછા ખર્ચે સર્વિસ ડિલીવરી વધારવા પુનરાવર્તીત કાર્યો માટે અનેક તરકીબો લાગુ પાડી છે. તેઓ ગ્રામિણ વસ્તી પહોંચવા માટે પણ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ફિચર ફોન્સ પર 11 ભાષાઓમાં એચડીએફસી બેન્કની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે.”


ભૂતકાળામાં આ એવોર્ડ પ્રાપ્ત કરનારાઓમાં દીપક પારેખ, એચડીએફસી બેન્ક; ડૉ. જે.જે. ઇરાની, ટાટા સોંગના ડિરેક્ટર; ડૉ. આર.એ. માશેલકર, સીએસઆઇઆર, નવી દિલ્હીના ડિરેક્ટર-જનરલ, અને સ્વ. આદિત્ય વી. બિરલા, આદિત્ય વિક્રમ બિરલા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેનનો સમાવેશ થાય છે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન (એઆઇએમએ) 1957માં સ્થપાયેલી વ્યાવસાયિક સંચાલનની એક સંગઠિત સંસ્થા છે. ટાટા કેમિકલ્સ ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન  દ્વાર શરૂ કરાયેલ અને એઆઇએમએ દ્વારા સંચાલિત, JRD ટાટા કોર્પોરેટ લિડરશિપ એવોર્ડ સન્માનિત અને આગવી પ્રતિભાઓને વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે જેમણે કોર્પોરેટ વિશ્વમાં અને વ્યાવસાયિક સંચાલનમાં શ્રેષ્ઠ યોગદાન આપ્યું હોય.