ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)ના કેંદ્વીય બોર્ડની બેઠક સોમવારે યોજાઇ હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પાસાઓ પર ચર્ચા થઇ. આ અવસર પર કેંદ્વીય રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંતે કહ્યું કે રિઝર્વ બેંક પોતાના વ્યાજ દરમાં જે ઘટાડો કર્યો છે તેનો લાભ સામાન્ય લોકો પહોંચાડવો જરૂરી છે. તેને ધ્યાનમાં રાખતાં થયેલા રિઝર્વ બેંક આ મુદ્દે ખાનગી અને સરકારી બેંકોની સાથે 21 ફેબ્રુઆરીના રોજ બેઠક કરશે અને બેંકોને આ વ્યાજ ઘટાડાના લાભને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે કહેવામાં આવશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SAMSUNG નો Galaxy Tab Active 2 લોન્ચ, અડધા કલાક સુધી પાણીમાં રહેશે તો પણ થશે નહી ખરાબ


રિઝર્વ બેંકે ઘટાડ્યા હતા વ્યાજદર
અત્રે ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકે 7 ફેબ્રુઆરીના રોજ પોતાની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં 0.25% નો ઘટાડ્યો કર્યો હતો. ત્યારબાદ મુખ્ય બેંકોમાંથી ફક્ત એસબીઆઇએ હોમ લોન પર વ્યાજ દરમાં ફક્ત 0.05% ઘટાડો કર્યો છે. બાકી કોઇ અન્ય બેંકે ગ્રાહકોને ખૂબ વધુ રાહત આપી નથી.

હોમ લોન લેવામાં ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરશે તમારી મદદ, વ્યાજમાં પણ મળશે રાહત


નાણામંત્રી પણ બેઠકમાં થયા સામેલ
રિઝર્વ બેંકની સોમવારે થયેલી બેઠકમાં નાણામંત્રી અરૂણ જેટલી પણ સામેલ થયા. તેમણે વચગાળાના બજેટના બધા મહત્વપૂર્ણ બિંદુઓ વિશે આરબીઆઇ બોર્ડની ચર્ચા કરી. બજેટ બાદ નાણામંત્રીએ આરબીઆઇ બોર્ડને સંબોધિત કર્યા. બેઠક બાદ નાણામંત્રીએ બેંકોના મર્જરના મુદ્દે કહ્યું હતું કે દેશને મોટી અને મજબૂત બેંકોની જરૂર છે. 

ટીવી ગ્રાહકોને ટ્રાઇએ આપી મોટી રાહત, નહી વધે મંથલી બિલ


ડિવિડેંટ પર પણ થઇ શકે છે ચર્ચા
નાણામંત્રી પાસેથી રિઝર્વ બેંકથી મળનાર ડિવિડેંટ પર પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે આરબીઆઇ સ્વતંત્ર રીતે તેનો નિર્ણય લે છે. બોર્ડ બેઠકમાં આ વિશે કંઇક અલગથી ચર્ચા થઇ નથી. આરબીઆઇએ ગર્વનરને કહ્યું કે ડિવિડેંડ પર બિમલ જાલાન કમિટીની રિપોર્ટ આપવાનો બાકી છે. સૂત્રોના અનુસાર નાણામંત્રી સાથે આરબીઆઇ બોર્ડની બેઠક દરમિયાન સરકારને આપવામાં આવતા ડિવિડેંડ પર વિચાર કરવામાં આવશે.