Aeroflex Industries IPO: ઈન્વેસ્ટરો માટે વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ આઈપીઓ એયરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો છે. મંગળવાર, 22 ઓગસ્ટ 2023ના એયરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો આઈપીઓ રોકાણ માટે ઓપન થઈ રહ્યો છે. 24 ઓગસ્ટ 2023 સુધી તેમાં દાંવ લગાવી શકાય છે. તેની પ્રાઇઝ બેન્ડ 102 રૂપિયાથી 108 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો પ્લાન આઈપીઓ દ્વારા 351 રૂપિયાનું ભંડોળ એકત્ર કરવાનો છે અને આ રકમનો ઉપયોગ લોન ચુકવવા, કોર્પોરેટ કામોમાં કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીએમપીમાં ઉછાળ
Tposharebrokesrs.com અનુસાર એયરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝના શેર આજે ગ્રે માર્કેટમાં 55 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. આ પ્રમાણે તેનું લિસ્ટિંગ 108 + 55 રૂપિયા = 163 રૂપિયા પર થઈ શકે છે. ઈન્વેસ્ટરે ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરવી પડશે અને એક લોટમાં કંપનીના 130 શેર સામેલ હશે. એક લોટમાં 130 શેર સામેલ છે, તેવામાં એક રિટેલ ઈન્વેસ્ટરે આઈપીઓમાં અરજી કરવા માટે 14040 રૂપિયા લગાવવા પડશે.


આ પણ વાંચોઃ ₹12 નો શેર વધી  ₹652 પર પહોંચી ગયો, એક વર્ષમાં 1 લાખના બનાવી દીધા 53 લાખ


1 સપ્ટેમ્બરે થશે લિસ્ટિંગ
નોંધનીય છે કે કંપનીમાં દિગ્ગજ ઈન્વેસ્ટર આશીષ કચોલિયાની પણ મોટી ભાગીદારી છે. ઈશ્યૂ બંધ થયા બાદ શેરનું એલોટમેન્ટ 29 ઓગસ્ટ, 2023ના થવાની સંભાવના છે. લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આઈપીઓનો સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યો છે. બુક બિલ્ડ ઈશ્યૂ બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત છે. શેર બજારમાં કંપનીના શેર 1 સપ્ટેમ્બર 2023ના લિસ્ટ થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube