IPO News: દિગ્ગજ ઈન્વેસ્ટર આશીષ કચૌલિયાના ઈન્વેસ્ટમેન્ટવાળી કંપની Aeroflex Industries Limited નો આઈપીઓ આગામી સપ્તાહ એટલે કે 22 ઓગસ્ટ 2023ના ઓપન થવાનો છે. કંપનીનો આ આઈપીઓ 24 ઓગસ્ટ 2023 સુધી ઓપન રહેશે. આવો જાણીએ ગ્રે માર્કેટ આ આઈપીઓના લિસ્ટિંગને લઈને શું સંકેત આપી રહ્યો છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે પ્રાઇઝ બેન્ડ (Aeroflex Industries Limited Price Band) 
Aeroflex Industries Limited આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 102 રૂપિયાથી 108 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ આઈપીઓ માટે 130 શેરનો એક લોટ બનાવ્યો છે. જેના કારણે રિટેલ ઈન્વેસ્ટરોએ ઓછામાં ઓછા 14040 રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવું પડશે. નોંધનીય છે કે એક રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 720 શેર માટે દાંવ લગાવી શકે છે. 


આ પણ વાંચોઃ ઈન્કમટેક્ષે નોકરી કરતા લોકોને મોટી રાહત આપી, હવે હાથમાં આવશે વધુ પગાર, જાણો વિગત


શું છે જીએમપી
ગ્રે માર્કેટ કંપનીના ધમાકેદાર લિસ્ટિંગ તરફ ઈશારો કરી રહ્યું છે. ટોપ શેર બ્રોકરના રિપોર્ટ અનુસાર કંપની ગ્રે માર્કેટમાં આજે 66 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ હતી. એટલે કે કંપની લિસ્ટિંગના દિવસે ઈન્વેસ્ટરોને 61 ટકાનો ફાયદો કરાવી શકે છે. Aeroflex Industries Limited ના શેરનું લિસ્ટિંગ 1 સપ્ટેમ્બરે બીએસઈ અને એનએસઈમાં થવાનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube