નવી દિલ્હીઃ ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટ-અપ જીટી ફોર્સે બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ GT Soul અને GT One ને લોન્ચ કર્યા છે. ખાસ વાત છે કે આ સ્કૂટર્સમાં તમને 60થી 65 કિલોમીટરની રેન્જ ઓફર કરવામાં આવશે અને તેની કિંમત પણ 50થી 60 હજાર રૂપિયા વચ્ચે છે. જ્યાં GT Soul ની કિંમત 49,996 રૂપિયા છે, તો GT One ને 59,800 રૂપિયા (એક્સ શોરૂમ ઈન્ડિયા) માં લોન્ચ કરવામાં આવ્યું છે. આવો જાણીએ તેના ફીચર્સ અને ડિટેલ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીટી સોલ ઇલેક્ટ્રિક સ્કૂટર
આ એક સ્લો-સ્પીડ કેટેગરીનું સ્કૂટર છે. તેની સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. તે બે વર્ઝન લીડ 48V 28Ah અને લિથિયમ 48V 24Ah બેટરીમાં ઉપલબ્ધ છે. તે ફુલ ચાર્જમાં 60-65 કિલોમીટરની રેન્જ ઓફર કરે છે. જીટી સોલની લોન્ડિંગ ક્ષમતા 130 કિલોગ્રામ, સીટની ઉંચાઈ 760 મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરેન્સ 185 મિમી છે. 


તેમાં એન્ટી-થેફ્ટ એલાર્મની સાથે સેન્ટ્રલ લોકિંગ, પાર્કિંગ મોડ અને રિવર્સ મોડ જેવા ફીચર્સ છે. તે 18 મહિનાની મોટર વોરંટી, એક વર્ષની લીડ બેટરી વોરંટી અને ત્રણ વર્ષની લિથિયમ-આયન બેટરી વોરંટી સાથે આવે છે. 


આ પણ વાંચોઃ Indigo ની શાનદાર ઓફર, માત્ર 1,616 રૂપિયામાં મળશે હવાઈ ટિકિટ, આજથી સેલ શરૂ


જીટી વન ઇલેક્ટ્રિક સ્કૂટર
જીસી સોલની તેમ તેની ટોપ સ્પીડ પણ 25km પ્રતિ કલાક છે. આ લીડ 48V 24Ah અને લિથિયમ 48V 28Ah બેટરીમાં ઉપલબ્ધ છે. ફુલ ચાર્જમાં તે 60થી 65 કિમી સુધી ચાલે છે. તેમાં હાઈ પાવરવાળા ટ્યૂબલર ફ્રેમ પર બનાવવામાં આવ્યું છે અને તેમાં રાઇડરના આરામ માટે ડ્યુઅલ-ટ્યૂબ તકનીકની સાથે ફ્રંટ હાઇડ્રોલિક અને ટેલીસ્કોપિક ડબલ શોકર સામેલ છે. 


જીટી વનની લોન્ડિંગ ક્ષમતા 140 કિલોગ્રામ, સીટની ઉંચાઈ 725 મિમી અને ગ્રાઉન્ડ ક્લીયરેન્સ 155 મિમી છે. તેમાં એન્ટી-થેફ્ટ એલાર્મની સાથે સેન્ટ્રલ લોકિંગ, પાર્કિંગ મોડ, રિવર્સ મોડ, મોબાઇલ ચાર્જિંગ અને ક્રૂઝ કંટ્રોલ સિસ્ટમ જેવા ફીચર્સ છે. તે 18 મહિનાની વોરંટી, એક વર્ષની લીડ બેટરી વોરંટી અને ત્રણ વર્ષની લિથિયમ બેટરી વોરંટી સાથે આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube