બે મહિના બાદ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
ચૂંટણીના પરિણામ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત થઇ રહેલા ઘટાડા પર બ્રેક લાગી ગઇ છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ગુરૂવારે પેટ્રોલના ભાવમાં 9 પૈસા વધી ગયો છે. તો બીજી તરફ ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ ગુરૂવારે પેટ્રોલના ભાવ 70.29 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 64.66 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. પેટ્રોલ-ડીઝલ પર એક્સસાઇઝ ડ્યૂટી વધી જતાં આ કિંમતો વધવાનું શરૂ થઇ ગયું છે.
બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો નોંધાયો ન હતો. ગઇકાલે એટલે કે મંગળવારે ચૂંટણીના પરિણામોના દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ
બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરાયો ન હતો
દેશની રાજધાની દિલ્હીમાં આજે બુધવારે પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. આજે દિલ્હીમાં પેટ્રોલ 70.20 પ્રતિ લીટરના દરે વેચાશે. તો બીજી તરફ કલકત્તામાં પણ પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યાર બાદ આજે પેટ્રોલના ભાવ 72.78 રૂપિયા પ્રતિ લીટર જ રહેશે. આર્થિક રાજધાની મુંબઇ અને ચેન્નઇમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે આ બંને શહેરોમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 75.80 અને 72.82 રૂપિયા પ્રતિ લીટર છે.
મંગળવારે આટલો હતો ભાવ
ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવએ રેકોર્ડ તોડ્યો હતો. નવેમ્બર અને ડીસેમ્બર મહિનો લોકો માટે રાહતભર્યો રહ્યો છે. હાલ ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભવમાં ઘટાડો અને ડોલરની તુલનામાં રૂપિયો મજબૂત થતાં ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ગઇકાલે એટલે કે મંગળવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો હતો તો બીજી તરફ ડીઝલના ભાવમાં પણ 15 પૈસાનો ઘટાડો થયો હતો. બુધવારે કોઇપણ જાતના ફેરફાર વિના પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત છે. આજે મંગળવાર વાળા જ ભાવ લાગૂ રહેશે.
લોકસભાની ચૂંટણી પહેલાં વધશે ભાવ
2019ની લોકસભાની ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના સંકેત સરકાર માટે એક આંચકો માનવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં ઘટાડા બાદ કેંદ્વ સરકારે પણ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને રાહત આપી હતી. કેંદ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. રાજ્ય સરકારો પાસે પણ 2.5 રૂપિયાનો ઘટાડો કરવાનો આગ્રહ કર્યો હતો. ત્યારબાદ ઘણા રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ 5 રૂપિયા સુધી ઓછા કર્યા હતા.