અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Adani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
Adani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. બાંગ્લાદેશની સરકારે શેખ હસીનાના શાસનકાળમાં અડાણી સાથે થયેલ પાવલ ડીલની સમીક્ષા કરવાની વાત કહી છે.
હવે બાંગ્લાદેશમાં થશે તપાસ
બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાની સરકારે ભારતના અડાણી ગ્રુપની સાથે અન્ય ઘણી કંપનીઓ સાથે પાવર ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. હવે બાંગ્લાદેશ સરકારે અડાણીની સાથે થયેલ ડીલની તપાસ કરવાની વાત કહી છે. બાંગ્લાદેશ સરકારે તપાસ માટે એક એજન્સી નિમણૂક કરવાની ભલામણ કરી છે. આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે અમેરિકામાં અડાણી ગ્રુપ પર સોલર એનર્જી ડીલ માટે છેતરપિંડી, લાંચ અને ફ્રોડ જેવા ગંભીર આરોપ લાગ્યા છે.
જીવમાં જીવ આવ્યો... મહાયુતિની ભવ્ય જીત પર અદાણી કેમ ખુશ? થશે મોટું ટેન્શન દૂર..!
બાંગ્લાદેશમાં પણ વધશે મુશ્કેલી
બાંગ્લાદેશની સરકારે પાવર, એનર્જી અને માઈનિંગ સાથે જોડાયેલા મંત્રાલય સાથે કરવામાં આવેલ ભાગીદારીન સમીક્ષા કરશે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય સમીક્ષા સમિતિએ 2009થી 2024 સુધી શેખ હસીનાના શાસન દરમિયાન કરવામાં આવેલ પાવર પ્રોજેક્ટની ડીલ માટે એક પ્રતિષ્ઠિત કાનૂની અને તપાસ એજન્સીની નિમણૂક કરવા માટે ભલામણ કરી છે. આ સમિતિ શેખ હસીનાના કાર્યકાળમાં કરવામાં આવેલ તમામ સાત એનર્જી અને પાવર પ્રોજેક્ટની તપાસ કરશે. તેમાંથી એક અડાણી (ગોડ્ડા) BIFPCL પ્રોજેક્ટ પણ છે. નોંધનીય છે કે, BIFPCLએ અદાણી પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે.
માલામાલ થવાની તક! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર?બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ
શું થશે આની અસર
સરકારની તપાસનો અર્થ એ છે કે બાંગ્લાદેશમાં અદાણીનો પાવર પ્રોજેક્ટ જોખમમાં છે. જો કે, બાંગ્લાદેશ સરકાર દ્વારા ભંડોળની વસૂલાત અને બિલની ચૂકવણી ન કરવાને કારણે, અદાણીએ બાંગ્લાદેશને વીજ પુરવઠો પહેલેથી જ ઘટાડી દીધો હતો. અદાણીના આ પગલા બાદ સરકારે ટૂંક સમયમાં રૂ. 6000 કરોડની ચુકવણીની ખાતરી આપી હતી.