ઇન્દોર: ભારતીય રિજર્વ બેંક(આરબીઆઇ)ના સૂચન અધિકારી(આરટીઆઇ)એ જણાવ્યું કે નોટબંધી બાદ પરત આવેલા કુલ 15,310.73 અરબ રૂપિયાની નોટોનો નાશ કરવાની પ્રક્રિયા આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે મહત્વનું છે, કે આરટીઆઇ કાયદાની એક જોગવાઈના કાયદાને અનુલક્ષીને એ વાત જાહેર કરવાની ના પાડી કે બંધ થયેલી 500 અને 1000ની નોટને નાશ કરવામાં સરકાર કેટલી રકમનો ખર્ચો કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડએ બતાવ્યું કે તેમણે આરબીઆઇની મુદ્રા પ્રબંધ વિભાગના 29 ઓક્ટોબરે મોકલવામાં આવેલા પત્રથી વિમુદ્રિત બેંક નોટોને નષ્ટ કરવા અંગેની જાણકારી આપી હતી.


ગૌડની આરટીઆઇ અરજી પર આરબીઆઇના એક અધિકારીએ જવાબ આપ્યો કે. સીવીપીએસની મશીનો મારફતે 500 અને 1000ની બંધ કરેલી નોટોને નષ્ટ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા માર્ચના અંત સુધીમાં પૂર્ણ થઇ જશે.


આરટીઆઇમાં એ પણ બતાવામાં આવ્યું કે આઠ નવેમ્બર 2016માં જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી, ત્યારે આરબીઆઇના ચકાસણી અને તપાસ અનુસાર 500 અને 1000 રૂપિયાના કુલ 15,417.93 અરબ રૂપિયાની કિંમતની નોટો ચલનમાં હતી જેમાંથી 15,310.73 અરબ રૂપિયાના મૂલ્યની નોટો બેંકિંગ પ્રણાલીથી પાછી ખેચી લેવામાં આવી હતી.


આરટીઆઇમાં આપેલા જવાબ અનુસારએ સ્પષ્ટ થાય છે, કે નોટબંધ બાગ માત્ર 107.20 અરબ રૂપિયાની રકમની નોટો બેંક પાસે પાછી આવી નથી.


ગૌડએ તેમની આરટીઆઇ અરજી દ્વારા આરબીઆઇ પાસે આ જણાવાની પણ કોશીશ કરી કે બંધ કરેલી નોટોને નષ્ટ કરવામાં સરકારે કેટલો ખર્ચ કર્યો છે. આ પ્રશ્નમાં આરબીઆઇ તરફથી મોકલવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું કે, આ સૂચના જેવી રીતે માંગવામાં આવી છે. તેવી રીતે અમારી પાસે તેની જાણકારી નથી. તથા આ માહિકી એકત્રિત કરવામાં બેંકની સુવિધાઓમાં ખલેલ પહોચાડવા જેવી છે, એટલે માંગવામાં આવેલી સૂચના આરટીઆઇ ઍક્ટ અંતર્ગત 2005ની કલમ 7(9) અંતર્ગત આપી શકાય તેમ નથી.


તેમણે આરટીઆઇમાં એ અંગે પણ સવાલ કર્યો હતો કે, નોટબંધી બાદ પાછી આવેલી 500 અને 1000 રૂપિયાની નષ્ટ કરવાની કુલ સંખ્યા કેટલી હતી, પરંતુ તેમને આ અંગે આરબીઆઇ પાસેથી કોઇ પણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.