Gold Price Today 14th July 2022: સતત પાંચ દિવસના ઘટાડા બાદ સોનાના ભાવમાં ગુરુવારે તેજી જોવા મળી. ગુરુવાર બપોરે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય તેજી જોવા મળી. એક અઠવાડિયા પહેલા સરકાર તરફથી સોના પર ઇમ્પોર્ટ ડયૂટ વધાર્યા બાદ પીળી ધાતુના ભાવમાં સતત ત્રણ દિવસ સુધી તેજી આવી હતી. બુધવારના સોનું રેકોર્ડ લેવલથી 5598 રૂપિયા નીચે ગયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

56317 રૂપિયા કિલો થઈ ચાંદી
ઇન્ડિયા બુલિયન્સ એસોસિએશન તરફથી ગુરૂવાર બપોરના જાહેર કરેલા ભાવ અનુસાર 24 કેરેટ સોનું 4 રૂપિયાની સામાન્ય તેજી સાથે 50804 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. ત્યારે એક કિલો ચાંદીના ભાવમાં પણ ગુરુવારના તેજી આવી અને તે 56317 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી.


અહીં થયું 5 રૂપિયા સસ્તુ પેટ્રોલ, ડીઝલ પર મોટી રાહત; જાણો નવી કિંમત


સોના અને ચાંદીના MCX પર ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ગુરુવારના સોના અને ચાંદી બંને લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. બપોર લગભગ 2 વાગે સોનું 0.72 ટકાના ઘટાડા સાથે 50,437 રૂપિયા પર જોવા મળ્યું. ત્યારે ચાંદી લગભગ 1 ટકાના ઘટાડા સાથે 56,574 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.


માઈક્રોસોફ્ટે પણ મોટી સંખ્યામાં કરી છટણી, કર્યો આર્થિક મંદીનો ઉલ્લેખ


29720 રૂપિયા તોલા મળી રહ્યું છે સોનું!
ઇન્ડિયન બુલિયન્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર 23 કરેટ ગોલ્ડ 50601 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું 49536 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, 20 કેરેટ સોનું 38103 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ ગોલ્ડ 29720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. સામાન્ય રીતે લોકો 22 કેરેટ સોનાના દાગીના બનાવે છે જેનો ભાવ 46536 રૂપિયા છે. ત્યારે 999 પ્યોરિટી ટચ ચાંદી 56317 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube