PAN Card Name Change:  મહિલાઓએ લગ્ન બાદ તેમની અટક બદલવી જરૂરી છે. લગ્ન પછી સ્ત્રીઓએ પોતાના પતિના પરિવારની અટક અપનાવવી પડે છે અને સ્ત્રીને તે જ નામથી ઓળખવામાં આવે છે. જો કે, મહિલાઓ લગ્ન પછી પોતાનું નામ બદલાવે છે, તો તેણે સરકારી દસ્તાવેજોમાં પણ પોતાનું નામ બદલવું પડશે. પરંતુ જો મહિલાને લગ્ન બાદ સરનેમ બદલ્યા બાદ સરકારી દસ્તાવેજો ન મળે તો તેમણે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જ્યારે, પાન કાર્ડમાં સાચું નામ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. PAN કાર્ડમાં નામ બદલવામાં બેદરકારીના કારણે તમારે ટ્રાન્ઝેક્શન સંબંધિત સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેન કાર્ડમાં નામ ચેન્જ
લગ્ન બાદ નામ બદલ્યા બાદ જો મહિલા દ્વારા પાન કાર્ડમાં નામ બદલવામાં ન આવે તો તેને પાછળથી મોટી મુશ્કેલી વેઠવું પડી શકે છે. આવી સ્થિતિમાં મહિલાઓને કોઈ નુકસાન ન થાય તે માટે લગ્ન પછી પાન કાર્ડમાં નામ બદલવું જોઈએ. સાથે જ મહિલાઓએ કેટલાક દસ્તાવેજો પણ જમા કરાવવાના હોય છે.


આ દસ્તાવેજોની જરૂર
વિવાહિત મહિલાઓને જો પાન કાર્ડમાં નામ પરિવર્તન કરાવું છે તો તેમણે અમુક દસ્તાવેજોની જરૂરિયાત પડશે. મહિલાઓને મેરેજ સર્ટિફિકેટ અથવા તો લગ્નનું નિમંત્રણ કાર્ડ (કંકોત્રી) જમા કરાવી પડશે. તેના સિવાય રાજપત્રિત અધિકારીનું પ્રમાણપત્ર અથવા સત્તાવાર ગેઝેટમાં નામનું પ્રકાશન અથવા પતિનું નામ ધરાવતા પાસપોર્ટની નકલ પણ સ્વીકાર્ય છે.


સુધારા માટે દસ્તાવેજ
જ્યારે પરિણીત મહિલાઓ સિવાયની અન્ય વ્યક્તિઓ માટે પાન કાર્ડ નામ સુધારણા દસ્તાવેજ માટે ગેઝેટેડ અધિકારીનું પ્રમાણપત્ર અથવા સત્તાવાર ગેઝેટમાં નામનું પ્રકાશન દર્શાવતો આધારભૂત ડેટા જરૂરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube