Petrol-Diesel Price on 22 May 2022: મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજા માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ કેન્દ્ર સરકારે લોકોને ખુશખબર આપીને મોટી રાહત આપી છે. કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયાનો ટેક્સ ઘટાડ્યો છે. ત્યારબાદ પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયું છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટાડીને લોકોને રાહત આપી છે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજસ્થાન અને કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાન અને કેરળમાં પણ ભાવમાં ઘટાડો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત બાદ કેરળ અને રાજસ્થાન સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કેરળ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.41 અને ડીઝલના ભાવમાં રૂ. 1.36 પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. જ્યારે, રાજસ્થાન સરકારે પેટ્રોલ પર પ્રતિ લિટર 2.48 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 1.16 રૂપિયાનો વેટ ઘટાડ્યો. આ પછી રાજ્યમાં પેટ્રોલ 10.48 રૂપિયા અને ડીઝલ 7.16 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.


શું છે આજના ભાવ? (Petrol-Diesel Price on 22 May)
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર
- નોઈડામાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.96 પ્રતિ લીટર
- લખનૌમાં પેટ્રોલ રૂ. 96.57 અને ડીઝલ રૂ. 89.76 પ્રતિ લીટર
- જયપુરમાં પેટ્રોલ રૂ. 108.48 અને ડીઝલ રૂ. 93.72 પ્રતિ લીટર
- તિરુવનંતપુરમમાં પેટ્રોલ રૂ. 107.71 અને ડીઝલ રૂ. 96.52 પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ રૂ. 84.10 અને ડીઝલ રૂ. 79.74 પ્રતિ લીટર
- પટનામાં પેટ્રોલ રૂ. 107.24 અને ડીઝલ રૂ. 94.04 પ્રતિ લીટર


46 દિવસ પછી કિંમતોમાં ફેરફાર
નોંધનીય છે કે આ પહેલા 22 માર્ચથી 6 એપ્રિલ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ 6 એપ્રિલથી આ ભાવ સ્થિર હતા. 46 દિવસ બાદ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો છે.