ટામેટા લોકોને લાલ કરી રહ્યા છે. આકાશે આંબતા ભાવથી જનતા ત્રસ્ત છે. ત્યારે હવે વધુ એક શાક લોકોની પહોંચ બહાર જાય તેવી આશંકા સેવાઈ રહી છે. સપ્લાયની સમસ્યાના કારણે આ શાકની કિંમત મહિનાના અંતમાં રિટેલ બજારમાં વધવાની આશંકા છે. આગામી મહિને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે ઓક્ટોબરથી ખરીફ આવક શરૂ થતા આપૂર્તિ સારી થશે, જેના કારણે કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત જણાવવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓગસ્ટના અંતમાં વધશે ભાવ
ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના રિપોર્ટ મુજબ માંગ-પૂરવઠામાં અસંતુલનની અસર ઓગસ્ટના અંતમાં ડુંગળીના ભાવ પર જોવા મળવાની આશંકા છે. ગ્રાઉન્ડ સ્તરે વાતચીતથી જે જાણકારી મળી છે તે મુજબ રિટેલ બજારમાં સપ્ટેમ્બરની શરૂઆતથી ભાવમાં સારો એવો વધારો થવાની આશંકા છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે કિંમત 2020ના ઉચ્ચતમ સ્તરથી નીચે રહેશે. 


સ્ટોકમાં ઘટાડાની અસર થશે
રિપોર્ટમાં કહેવાયું છે કે રવિ ડુંગળીના સ્ટોક અને ઉપયોગની અવધિ એક બે મહિના ઓછી હોવા અને આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ગભરાહટના કારણે વેચાવલીથી ખુલ્લા બજારમાં રવિ સ્ટોકમાં સપ્ટેમ્બરની જગ્યાએ ઓગસ્ટના અંત સુધીમાં ઘણો ઘટાડો આવવાની આશંકા છે. 


ઓક્ટોબરથી ભાવમાં સુધારો થશે
રિપોર્ટમાં કહેવાયું છે કે ઓક્ટોબરથી ખરીફની આવક શરૂ થતા ડુંગળીનો પૂરવઠો સુધરશે. જેનાથી ભાવમાં નરમાઈ આવવાની શક્યતા છે. તેમાં કહેવાયું છે કે તહેવારની સીઝન (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કિંમતોમાં ઉતાર ચઢાવ દૂર થવાની આશા છે. આ વર્ષ જાન્યુઆરી-મે દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને થોડી રાહત મળી .


ડુંગળીનું ઉત્પાદન ઘટશે
રિપોર્ટમાં કહેવાયું છે કે તેને જોતા અમારું માનવું છે કે આ વર્ષે વાવેતર વિસ્તાર આઠ ટકા ઘટશે અને ખરીફ ડુંગળીનું ઉત્પાદન વાર્ષિક ધોરણે પાંચ ટકા ઓછું રહેશે. વાર્ષિક ઉત્પાદન 2.9 કરોડ ટન થવાની અપેક્ષા છે. તે ગત પાંચ વર્ષ (2018-22) ના સરેરાશ ઉત્પાદનથી સાત ટકા વધુ છે. આથી ઓછા ખરીફ અને રવિ ઉત્પાદન છતાં આ વર્ષે આપૂર્તિમાં મોટી કમીની શક્યતા નથી. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ડુંગળીના પાક અને તેના વિકાસને નિર્ધારિત કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube