નવી દિલ્લીઃ કોઈ તમને એમ કહે કે મરચા તમને માલામાલ બનાવી શકે છે, તો તમે શું કહેશો? વાત સીધી રીતે ગળે ઉતરે એમ નથી. તો એ જાણવા માટે તમારે આ માહિતી વાંચવી પડશે. યુએસએ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બર્ડ આઈ ચિલીના આયાતકાર છે. કોચી, દિલ્હી અને ચેન્નાઈ બંદરો પરથી તેની નિકાસ કરવામાં આવે છે. હાલની સ્થિતિમાં ખેડૂતો સ્થાનિક બજારમાં આ મરચાની જરૂરિયાત પૂરી કરી શકતા નથી. હવે તમે આના પરથી ખ્યાલ મેળવી શકો છો કે આ મરચું બર્ડ ચિલ્લી કેટલું લોકપ્રિય છે. શું તમે ક્યારેય ઉલ્ટા મરચાં વિશે સાંભળ્યું છે? આ આર્ટિકલમાં અમે વાત કરી છે મરચાંની ખેતી એટલેકે, ચિલ્લી ફાર્મિંગ વિશે. જે માત્ર સ્વાદમાં જ તીખું નથી પણ ખેડૂતોની જબરદસ્ત આવક માટે ટકાઉ ખેતી પણ છે. હા,ઉલ્ટા મરચાને બર્ડ આઈ ચિલી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉલ્ટુ મરચાની ખેતીથી ખેડૂતોને લાખોનો નફો કેવી રીતે થશે? બજારમાં અંદાજે 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા આ મરચામાં એવું શું છે? એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વાંચવો પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બર્ડ આઈ મરચાંની ખેતી કઈ રીતે કરી શકાય?
બર્ડ આઈ મરચાં એ સ્વદેશી જાત છે. આ મરચું દેશના ઘણા ભાગોમાં ખૂબ જ સહિષ્ણુ છે. હા, તે ખૂબ વરસાદ અને ગરમીમાં ઉગાડવામાં સક્ષમ નથી. આ મરચું મોસમી છે, પરંતુ યોગ્ય સિંચાઈથી તે આખું વર્ષ ઉગાડી શકાય છે. આનાથી ખેડૂતોને આખા વર્ષ દરમિયાન સતત આવક મેળવવાની તક મળે છે. એક રીતે બર્ડ આઈ ચિલી દેશ માટે બારમાસી છોડ છે. બજારમાં ઉપલબ્ધ સામાન્ય મરચાં અને હાઈબ્રિડથી વિપરીત, બર્ડ્સ આઈ ચિલી અથવા કંઠારી મરચું એ બારમાસી છોડ છે, જે 6 વર્ષથી વધુ જીવે છે. તેની ઉપજ સતત 4 વર્ષ સુધી સારી રહે છે. એકવાર વાવેતર કર્યા પછી તે 4-5 મહિના પછી ઉપજ આપવાનું શરૂ કરે છે.


ભારતમાં ક્યાં થાય છે ઉલ્ટા મરચાની ખેતી?
બર્ડ આઈ મરચાની મોટાભાગની ખેતી મેઘાલય, આસામ અને કેરળમાં થાય છે. મેઘાલય અને આસામ ભારતમાં મરચાની વિશાળ શ્રેણી માટે જાણીતા છે. ઉદાહરણ તરીકે, બુટ જોલોકિયા મરચું તેના ઉચ્ચ તીવ્ર સ્વાદ માટે જાણીતું છે અને આ પ્રદેશોમાં તેની ખેતી કરવામાં આવે છે. બર્ડ આઈ મરચાં પણ સામાન્ય રીતે આ ત્રણ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે અને તે સમગ્ર દેશમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. આ મરચાની ખેતી પણ સામાન્ય મરચા જેવી છે. આ મરચાં ઉગાડવા માટે કંઈ નવું શીખવાની જરૂર નથી.


- બર્ડ આઈ ચિલી પ્રતિ એકર લગભગ 22,000 રોપા રોપી શકે છે.


- જેમાં 30 સેમી X60 સેમીનું અંતર રાખવામાં આવે છે.


- દરેક છોડ પ્રથમ 4-5 વર્ષ માટે પ્રતિ વર્ષ લગભગ 250 ગ્રામ ઉત્પાદન આપશે.


- બર્ડ આઈ ચીલીની સરેરાશ ઉપજ પ્રતિ એકર લગભગ 2 ટન વધારે હોય છે.


- બર્ડ આઈ મરચા બજારમાં અંદાજે 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે.


- આ મરચામાંથી દર વર્ષે ઓછામાં ઓછા 2,50,000 રૂપિયા કમાઈ શકો છો.