નવી દિલ્હીઃ દિવાળી પહેલા દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈએ ડિપોઝિટર્સને ખુશખબરી આપી છે. બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો છે. તેનો અર્થ છે કે હવે બેન્કમાં ડિપોઝિટ તરીકે પૈસા રાખવા પર ગ્રાહકોને વધુ વ્યાજ મળશે. તેનાથી તે રોકાણકારો વધુ ફાયદામાં રહેશે જે ડિપોઝિટથી મળનારા વ્યાજ પર નિર્ભર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલો થયો વ્યાજદર
એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટના દરોમાં વધુમાં વધુ 80 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ પર લાગૂ છે. આ દરો 22 ઓક્ટોબરથી લાગૂ થશે. નોંધનીય છે કે એસબીઆઈએ વ્યાજદરમાં 211 દિવસથી 1 વર્ષ કરતા ઓછા સમયગાળાની ડિપોઝિટ પર 80 બેસિક પોઈન્ટનો વધારો કર્યો છે. અત્યાર સુધી ગ્રાહકોને 4.70 ટકા વ્યાજ મળતું હતું, હવે 22 ઓક્ટોબરથી 5.50 ટકા થઈ જશે. 


આ પણ વાંચોઃ Bank Holiday: સતત 6 દિવસ બેન્કો રહેશે બંધ, ઓકટોબરના અંતમાં રજાઓની ભરમાર


આ સિવાય બેન્કે વર્તમાન 4.65% ની તુલનામાં 180 દિવસથી 210 દિવસની મુદ્દતવાળી એફડી પર વ્યાજ દરોમાં 60 પોઈન્ટનો વધારો કર્યો છે. આ પ્રકારના વધારાથી 2થી 3 વર્ષથી ઓછા સમયગાળા માટે છે. આ અવધીનો વ્યાજદર વર્તમાન 5.65% થી 6.25% ટકી દેવામાં આવ્યો છે. 


46 દિવસથી 179 દિવસના સમયગાળા પર દરને 50 બેસિક પોઈન્ટ વધારી 4.50 ટકા કરી દેવામાં આવ્યો છે. તો 1 વર્ષથી 2 વર્ષથી ઓછા સમયગાળા માટે વ્યાજદરને 5.60% થી વધારી  6.10% ટકા કરી દેવામાં આવ્યો છે. એસબીઆઈએ 7 દિવસથી 45 દિવસના ગાળા માટે વ્યાજદર 3 ટકા સ્થિર રાખ્યો છે. આ રીતે સીનિયર સિટીઝન માટે પણ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube