ઝી બ્યુરો/નવી દિલ્હી: રૂપિયાની સામે યુએસ ડોલર ત્રણ મહિનાનાં ઉંચા સ્તરે પહોંચી જતા MCX પર સોનુ 10 ગ્રામ દીઠ 55 હજાર રૂપિયાની સપાટીથી નીચે ટ્રેન્ડ કરી રહ્યું છે. સોનાનો ઓલ ટાઈમ હાઈ ભાવ 58,847 રૂપિયા છે. સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. MCX પર ચાંદી ઘટાડા સાથે 61,580 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટ્રેન્ડ કરી રહી હતી. ચાંદીનો ઓલટાઈમ હાઈ ભાવ 77,949 રૂપિયા છે. એટલે કે ચાંદી પોતાની ઓલટાઈમ હાઈ સપાટીથી 16,500 રૂપિયા નીચે ટ્રેન્ડ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો


ભાવમાં ઘટાડાનું કારણ શું છે?
નિષ્ણાતોનું માનીએ તો ડોલરની મજબૂતીને કારણે સોના અને ચાંદીની કિંમતો પર દબાણ આવ્યું છે. તેનાથી સોના સહિતની અન્ય એસેટ્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળશે. નિષ્ણાતોનું માનીએ તો જો સોનામાં 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટી તૂટે તો વૈશ્વિક બજારોમાં સોનું 1790થી 1760 ડોલર પ્રતિ ઔંસ સુધી નીચે આવી શકે છે.


ભાઈ-બહેન હતા કઢંગી હાલતમાં: માતાએ જોઈ લેતાં બંનેએ માનું ધાવણ લજવે એવો કર્યો કાંડ


ભાવ કેટલા ઘટી શકે છે?
MCX પર સોનાની કિંમત 54500 રૂપિયાની આસપાસ છે. MCX પર જો આ સપાટી તૂટે છે, તો પછી કિંમતો 54,000થી 53800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી તૂટી શકે છે. MCX પર ચાંદીની ઘરેલુ કિંમતનો સપોર્ટ 61 હજાર અને તેની નીચે 58 હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. નિષ્ણાતોનું માનીએ તો સોનુ અને ચાંદી હાલ પોતાના સપોર્ટ લેવલની આસપાસ છે. આ ભાવમાં વધારો એક રીલિફ રેલીની જેમ કામ કરશે. કેમ કે યુએસ ફેડની એફઓએમસી મીટિંગનો નિષ્કર્ષ સામે આવતા સુધી સોના-ચાંદી પર દબાણ બની રહે તેવી શક્યતા છે.