નવી દિલ્હીઃ એર ઈન્ડિયાના રેવન્યૂ માર્ચ-એપ્રિલમાં 20 ટકા રહ્યો અને નવી ટ્રિપ માટે દરેક વિમાનના ઉડાણ કલાકમાં વિદ્ધિના રૂટની સમીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. એરલાઇન્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલાએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે, એરલાઇન્સનું ધ્યાન ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં ઓપરેશનલ ક્ષમતા વધારવા પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પીટીઆઈને કહ્યું, માર્ચ-એપ્રિલ દરમિયાન રેવન્યૂ ગત વર્ષની સમાન અવધીની તુલનામાં 20 ટકા વધ્યું જે 3 હજાર કરોડ રૂપિયા છે. પરંતુ ખર્ચ હજુ વધારે છે. તેમણે કહ્યું કે, એરલાઇન્સને એવિએશન માર્કેટમાં વૃદ્ધિનો લાભ મળ્યો છે. 


તેમણે ઈન્ટરનેશનલ રૂટ્સથી વધુ આશા વ્યક્ત કરી જે એર ઈન્ડિયાના રેવન્યૂમાં 70 ટકાનું યોદગાન આપી રહ્યું છે. આ સાથે તે પણ જણાવ્યું કે તેલ અવીવ જેવા નવા ગંતવ્ય સ્થાનથી સારૂ રિટર્ન મળી રહ્યું છે. તેણે સૈન ફ્રાંસિસ્કો રૂટ પર ફ્લાઇ્ટસની સંખ્યા વધારી છે. 


ખારોલાએ કહ્યું, અમે ઓપરેશનલ ક્ષમતા સુધારવા પર ભાર આપી રહ્યાં છીએ. અમે રૂટની સમીક્ષા કરીને તે શોધી રહ્યાં છીએ કે ક્યો રૂટ વધુ લાભકારી છે. ડીજીસીએ પ્રમાણે, માર્ચ 2018માં એરઈન્ડિયાનું માર્કેટ શેર 13.4 ટકા રહ્યું. 150 વિમાનોની સાથે એર ઈન્ડિયા આ સમયે દર સપ્તાહે 4 ઈન્ટરનેશનલ સ્થળો સુધી 2500 પ્રાઇમ ટાઇમ સ્લોટ અને 54 સ્થાનિક સ્થળ માટે 3800 સ્થાનિક સ્લોટનો ઉપયોગ કરે છે. 


ફેબ્રુઆરીમાં સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ કહ્યું હતું કે, એર ઈન્ડિયાના પ્રદર્શનમાં સુધાર થઈ રહ્યો છે અને 2016-17માં ઓપરેટિંગ નફો બમણો થઈને 298.03 કરોડ રૂપિયા રહ્યો. સમાન સમયમાં એરલાઇન્સની શુદ્ધ કોટ 5,765 કરોડ રૂપિયા થઈ. 2015-16માં એર ઈન્ડિયાનો ઓપરેટિંગ નફો 105 કરોડ રૂપિયા હતો અને શુદ્ધ ખોટ 3,836.77 કરોડ રૂપિયા હતી.