નવી દિલ્હીઃ Air India Airlines: ટાટા ગ્રુપ (Tata Group)દ્વારા અધિગ્રહણ કર્યા બાદ હવે ઈન્ડિયન એરલાયન (Indian Airlines)ની બ્રાન્ડના કલરથી લઈને લોગો સુધીમાં ફેરફાર થવાનો છે. કંપનીએ હવે એર ઈન્ડિયાનું રીબ્રાન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરૂવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં નવા લોગો અને કલર બદલવા વિશે જાણકારી મળી છે. રિપોર્ટ્સ પ્રમાણે એરલાઇનના બ્રાન્ડ કલર, પાયલટ અને ક્રૂમા યુનિફોર્મથી લઈને દરેક વસ્તુમાં ફેરફાર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા લોગોની શું છે ખાસિયત?
નવો LOGO એ એરલાઇનના આઇકોનિક મહારાજા માસ્કોટનો આધુનિક દેખાવ છે, જેમાં વધુ સ્ટાઇલિશ ડિઝાઇન અને નવી લાલ-સફેદ-અને-જાંબલી રંગ યોજના છે. નવા લોગોને લોન્ચ કરતાં ટાટા સન્સના ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે નવો લોગો અસીમિત સંભાવનાઓનું પ્રતીક છે.


આ બેન્કના એકાઉન્ટમાં નહીં, શેરમાં લગાવો પૈસા... દર વર્ષે કરી આપે છે ડબલ


મહારાજાનો 77 વર્ષ જૂનો છે સંબંધ
આ સિવાય મહારાજાને સંપૂર્ણ રીતે અલવિદા કહેવામાં આવશે નહીં. એર ઈન્ડિયા સાથે મહારાજાનો સંબંધ આશરે 77 વર્ષ જૂનો છે. આ પહેલા 1946માં બોબી કૂકા (Bobby Kooka) દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. કંપનીનો પ્લાન છે કે એરપોર્ટ લોન્જ અને પ્રીમિયમ ક્લાસમાં ફરીથી ઉપયોગ કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube