નવી દિલ્હી: તહેવારોની સિઝનમાં નવી- નવી ચીજવસ્તુઓ પર આકર્ષક ઓફરો બજારમાં જોવા મળે છે. હરિફાઇના આ સમયગાળમાં ગ્રાહકોને મોટો ફાયદો થાય છે. ખાદ્ય ચીજ વસ્તુઓ તેમજ ઘરમાં ઉપયોગમાં લેવાતા સમાન સાથે રજાઓમાં પ્રવાસ કરવા માટે ટ્રાવેલ કંપનીઓમાં ઓફર જોવામાં મળી રહે છે. એર એશિયાએ તો તહેવારોની સિઝનમાં સ્પેશયલ ડિસ્કાઉન્ટ શરૂ કરી દીધુ છે. એર એશિયાએ ભાડમાં 70 ટકા સુધીની છૂટ આપવાની ઘોષણા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજથી કરો બુકિંગ 
વિમાની કંપની એર એશિયાએ સૌથી સસ્તી હવાઇ ટીકીટ આપવાનો દાવો કર્યો છે. આ તહેવારોની સિઝનમાં કંપનીએ ભાડામાં બંપર છૂટની સાથે સાથે સ્પેશિયલ પ્રોમો ઓફર પણ આપી છે. આ ઓફર 15 ઓક્ટોબર થી 28 ઓક્ટોબર સુધીમાં બૂકિંગ કરનારાઓને મળી રહી છે. કંપની તરફથી મળી રહેલી જાણકારી અનુસાર, હાવાઇ યાત્રા કરવાની ઇચ્છા ધરાવતા લોકો આ ઓફર અંતર્ગત 15 ઓક્ટોબર 2018થી 28 આવતા વર્ષની 30 જૂન, 2019 વચ્ચેની યાત્રા માટે આજથી એટલે કે, 15 થી 28 ઓક્ટોબર 2018 સુધીમાં બુકિંગ કરાવી શકે છે. ખાસ વાતતો એ છે, કે આ ઓફર એર એશિયા દ્વારા સંચાલિત તમામ ફ્લાઇટોમાં આપવામાં આવી રહી છે.


વધુ વાંચો...આવી રીતે મુસાફરોને ભાડામાં ફાયદો તથા વિશેષ સુવિધાઓ આપશે ભારતીય રેલવે


આવી રીતે કરો બુકિંગ 
એર એશિયાની આ બંપર ઓફરનો ફાયદો ઉઠાવવા માટે કંપનીની વેબસાઇટ એરએશિયા ડોટ કોમ પર અને કંપનીની મોબાઇલ એપ પર જઇને તમે ટિકીટ બુક કરાવી શકો છો. એર એશિયા ભારતમાં અત્યારે 21 સ્થળો પર તેની સેવાઓ આપી રહી છે. જેમાં નવી દિલ્હી, બેગલુરુ, કોલકાતા, ગોવા, જયપુર, ચંડીગઢ, પુને, રાંચી, ભુવનેશ્વર, ઇન્દોર, સુરત, ચેન્નાઇ, અને હૈદરાબાદ સહિતના શહેરોનો સમાવેશ થાય છે. 


500 રૂપિયામાં કરાવો બુકિંગ 
એર એશિયાની આ ઓફર પર યાત્રી એક તરફની યાત્રા આશરે 500 રૂપિયામાં પણ કરી શકે છે. એક બાજુની યાત્રાનું ઓછામાં ઓછુ ભાડુ, 500, 1000, અને 1500 રૂપિયા રાખવામાં આવ્યું છે.